બારાં,તા.૩
રાજસ્થાનના બારાં જિલ્લાના છબડા વિસ્તારમાં બુધવારે એક ગટરમાંથી ૩૦૦થી વધારે એટીએમ કાર્ડ પડેલા મળ્યા હતા. બિનવારસી એટીએમ કાર્ડ મળવાની ખબરથી ક્ષેત્રીય ગ્રામીણ બેક્ન તંત્રમાં હડકંપ મચી ગઇ હતી. ગામના અને ગરીબ લોકો સાથે જોડાયેલી વડાપ્રધાન જનધન યોજના અંતર્ગત બેક્ન ખાતાઓ ખોલ્યા પછી કાર્ડને ગામો સુધી પહોંચાડવામાં આવે છે. ૨૦૧૬માં ઇશ્યૂ થયેલા આ કાર્ડ બેંક ખાતાધારકો પાસે મોકલવામાં આવ્યા હતા. પરંતુ બેક્ન પ્રશાસની બેદરકારીના કારણે આવું થયું છે.
જનધન યોજના અંતર્ગત ખાતા ખોલ્યાના આશરે ત્રણ વર્ષ બાદ છબડાના બડૌદા રાજસ્થાન ગ્રામીણ બેક્નના આ એટીએમ કાર્ડ ગ્રાહકો સુધી પહોંચવાના બદલે નાળામાં પડેલા મળ્યા હતા. જ્યારે રાહદારીએ બંધ લિફાફામાં એટીએમ કાર્ડ નાળામાં પડેલા જોયા તો બેક્નને જાણ કરવામાં આવી હતી. જેના કારણે બેક્ન અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બેક્ન કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ગટરમાંથી કાર્ડ ભેગા કરીને બેક્ન લઇને આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે બડોદા રાજસ્થાન શ્રેત્રીણ ગ્રામીણ બેક્નમાં દરેક એટીએમ કાર્ડ સીધા જ ગ્રાહકો સુધી નહીં પરંતુ બેક્ન પહોંચે છે. બેક્નથી ગ્રાહકોને એટીએમ કાર્ડ વિતરણ કરવામાં આવે છે. પરંતુ ગટરમાં એટીએમ કાર્ડ પહોંચતા બેક્નની બેદરકારી છતી થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




