બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ : ત્રણની ધરપકડ

0
7

અમદાવાદ,તા.૨૦
શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર બહારગામ ગયો હોવાથી તેની ધરપકડ થઇ શકી નથી. સેબીનું લાઇસન્સ લીધા વગર ચારેય જણા ગેરકાયદે શેરની લે-વેચ કરીને ડબ્બા ટ્રેડિંગ કરતા હતા. ક્રાઇમ બ્રાંચે લેટરપેડ પર લખેલા કરોડો રૂપિયાના વ્યવહાર સહિતના ડોકિયુંમેન્ટ કબજે કર્યા છે જ્યારે લેપટોપ અને મોબાઇલ પણ જપ્ત કર્યા છે.
ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ બી.પી. દેસાઇ અને તેમની ટીમને બાતમી મળી હતી કે સૂર્યકાંત ઉર્ફે વિક્કી સુશીલચંદ્ર ગુપ્તા નવા બાપુનગર ખાતે આવેલા તેમના મકાનમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ કરી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમના પીએસઆઇ બી.પી.દેસાઇ, એએસઆઇ દિલીપકુમાર, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ સહિતની ટીમે નવા બાપુનગર ખાતે આવેલા વૈશાલી ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમને ઘટનાસ્થળ પરથી કેતન ધીરુભાઇ રાઠોડ, હિતેશભાઇ ગોયલ, સુનીલભાઇ ગુપ્તાની ધરપકડ કરી છે. ચારેય જણા સ્ટોક એક્સેન્જના કોઇ પણ લાઇસન્સ વગર શેરના લે-વેચનો ધંધો કરીને ડબ્બા ટ્રેડિંગ ચલાવતા હતા.
ભારત સરકારને તેમજ સિકિયોરિટી ટ્રાન્જેકશનને લગતા કોઇ પણ પ્રકારના ટેક્સ ભર્યા વગર શેરની લે-વેચની પ્રવૃત્તિ કરતા હોવાનું બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાંચે ત્રણેય જણાની ધરપકડ કરી લીધી છે અને ઘટના સ્થળ પરથી આઠ મોબાઇલ ફોન, બે લેપટોપ, લેટરપેડ પર હવાલાની એન્ટ્રી જપ્ત કરી છે. ક્રાઇમ બ્રાંચે કુલ ૧.૬૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે ચારે શખ્સોની ધરપકડ કરીને નાણાકીય વ્યવહાર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY