ટેરર ફંડિંગ મામલે બારામૂલામાં NIA ના ચાર વેપારીઓના ઘરે દરોડા

0
5

બારામૂલા,તા.૨૮
ટેરર ફંડિંગ મામલામાં રવિવારે સવારે રાષ્ટÙીય તપાસ એજન્સી (NIA)એ ઉત્તરી કાશ્મીરના બારામૂલા જિલ્લામાં ચાર વેપારીઓના ઘર પર દરોડા પાડ્યા છે. પોલીસ અને સીઆરપીએફની ટીમની સાથે એનઆએ અલગતાવાદી નેતા સજ્જાગ લોનના ખાસ વેપારી આસિફ લોન, તનવીર અહેમદ, તારિક અહેમદ અને બિલાલ ભટ્ટના ઘરે છાપામારી કરી છે.
એનઆઈએના અધિકારીઓએ મંગળવારે નિયંત્રણ રેખા (LOC) પાર કરીને વેપાર કરનારા વેપારીઓના ત્યાં દરોડા પાડ્યા છે. આ ઉપરાંત પુલવામા અને શ્રીનગરના જિલ્લાઓમાં પણ કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસની મદદથી એનઆઈએ અધિકારીઓએ પુલવામા જિલ્લાના કેલેર વિસ્તારમાં ગુલામ અહેમદ વાનીના ઘરે દરોડા પાડ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રશાસન તરફથી એલઓસી પાર વેપારને ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ રદ કર્યો હતો ત્યારબાદ સૌથી પેહલી કાર્યવાહી ગુલામ અહેમદ વાની પર કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રીનગરમાં પરિમપોરા ફ્રુટ માર્કેટમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY