રાષ્ટ્રની આવતીકાલ તેજસ્વી અને ઓજસ્વી બને તે માટે સરકાર અવિરત પ્રયાસો કરી રહી છેઃ કેન્દ્રીયમંત્રી
સૂરતઃગુરૂવારઃ- કેન્દ્રીય આદિજાતિમંત્રીશ્રી જસવંતસિંહ ભાભોરે બારડોલી તાલુકાના મોતા ગામની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતી રહેઠાણ, રમતગમત, શાળાકીય અભ્યાસ જેવી અનેક બાબતોનું નિરીક્ષણ કરીને રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે જવાહર નવોદય વિદ્યાલયોની માફક પ્રાયમરી સ્કુલો ચાલે તે માટેના અનેકવિધ પ્રયાસો કરી રહી છે. છેવાડે વસતા આદિજાતિના બાળકોને ઉત્તમ રહેઠાણ, ભોજનની તમામ સુવિધાઓ સાથેનું ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે મોડેલ શાળાઓ શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રની આવતીકાલ તેજસ્વી અને ઓજસ્વી બને તે માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર અવિરત પ્રયાસો કરી રહી છે. બાળકોમાં રહેલી સુષુપ્તશકિતઓ પારખીને તેને સાર્મથ્ર્યવાન બનાવવા એક ટીમ બનીને પ્રયાસો કરવા સૌ શિક્ષકોને હિમાયત કરી હતી.
આ વેળાએ એકલવ્ય મોડેલ સ્કુલના સ્ટેટ ડાયરેકટરશ્રી અર્જુનભાઇ ચૌધરીએ કહ્યું કે, બાળકોના જીવનને શ્રેષ્ઠ બનાવવા ઉત્તમ સંસ્કારો સાથે શિક્ષણ પુરૂ પાડવાનું કાર્ય મોડેલ સ્કુલ કરી રહી છે.
આ પ્રસંગે માંડવી પ્રાયોજના વહીવટદારશ્રી અરવિંદ ભરાડા, બારડોલી મામલતદારશ્રી, શિક્ષકો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, મોતાગામની મોડેલ રેસીડેન્સીયલ સ્કુલમાં બિલવણ સૈનિક સ્કુલના ધો.૬ અને ૭ના ૧૦૯, માંડવી એકલવ્ય શાળાના ધો.૬ થી ૧૨ના ૧૧૩ તથા મોતા શાળાના ૨૦૮ જેટલા વિદ્યાર્થીઓ રહેઠાણની સાથે શિક્ષણનું અમૃતપાન કરી રહ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"


