તા.૯ થી ૧૩ જુલાઇ દરમિયાન મેલેરીયા/ ડેન્‍ગ્‍યુ મચ્‍છર નાબુદી માટે મેગા ઝુંબેશ યોજાશે

0
265

વલસાડઃ માહિતી બ્‍યુરોઃ તા.૦૫ : વલસાડ જિલ્લામાં મેલેરીયા/ ડેન્‍ગ્‍યુ મચ્‍છરોની નાબુદી માટે મેગા ઝુંબેશ સપ્તાહનો ચોથો રાઉન્‍ડ તા.૯ થી ૧૩ જુલાઇ, ૨૦૧૮ દરમિયાન યોજાશે. આ સપ્‍તાહ દરમિયાન વલસાડ જિલ્લાના ૩૪૯૬૬૭ ઘરો તેમજ ૧૭ લાખથી વધુ વસતિને આવરી લેવાનું આયોજન જિલ્લા પંચાયતના મેલેરીયા વિભાગ દ્વારા કરવામાં આવ્‍યું છે. આ સપ્તાહ દરમિયાન આરોગ્‍ય કાર્યકરો લોકોના ઘરે-ઘરે જઇ ફીવર સર્વેલન્‍સ દરમિયાન લોહીના નમુના અને ઘરોની અંદર અને આજુબાજુ મચ્‍છર ઉત્‍પત્તિસ્‍થાનો શોધી તેમાં જૈવિક અને રાસાયણિક પ્રક્રિયા જેવી કે, ટેમીફોસ, બીટીઆઇ, સોર્સ રીડકશન અને ગપ્‍પી ફીશ નાંખવાની કામગીરી કરાશે, એમ જિલ્લા મેલેરીયા અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY