બર્લિન,તા.૨૫
બીજા વિશ્વય યુદ્ધ સમયના બે બોમ્બ મધ્ય જર્મનીમાંથી મળી આવ્યા હતા. ઉત્તર ફેક્નફર્ટના શહેરમાંથી બોમ્બ મળવાને પગલે ૨,૫૦૦ લોકોનું હંગામી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ અમેરિકા અને યુએસના બે બોમ્બ મળ્યા હતા જે બીજા વિશ્વ યુદ્ધ વખતના હોવાનું જણાયું હતું. જર્મન બોમ્બ ૨૫૦ કિલોગ્રામ વજનનો હતો જ્યારે યુએસ બોમ્બ ૫૦ કિલોગ્રામ વજનનો હતો. મધ્ય જર્મનીમાં ગિસેન ઔદ્યોગિક ક્ષેત્રમાંથી આ બન્ને બોમ્બ આસપાસમાં મળ્યા હતા.
જર્મન બોમ્બ ડીફ્યૂઝ કરાય તેવી સ્થિતિમાં ના હોવાથી તેને ફોડવો પડયો હતો જ્યારે યુએસ બોમ્બને સફળાતપૂર્વક નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. જે વિસ્તારમાં બોમ્બ મળ્યો હતો ત્યાંથી ૨,૫૦૦ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા જેમાં ૮૦૦ રેફ્યૂજીનો પણ સમાવેશ થાય છે.
બીજા વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું હોવાને ૭૫ વર્ષ વિત્યા હોવા છતા જર્મનીમાંથી આ બોમ્બ મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. અગાઉ ચાલુ મહિને બર્લિનમાં એક શોપિંગ કોમ્પ્લેક્ષના બાંધકામ દરમિયાન ૧૦૦ કિલોનો અમેરિકન બોમ્બ મળી આવ્યો હતો જેને નિષ્ક્રિય કરાયો હતો તેમજ ત્રણ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોના મતે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મની ઉપર લાખોની સંખ્યામાં કરવામાં આવેલા બોમ્બમારા પૈકી ૧૦ ટકા બોમ્બ ફૂટયા જ નહતા જેને પગલે જર્મનીમાંથી સમયાંતરે બોમ્બ મળવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


