મુંબઈ,તા.૧૦
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ટીમ ઇન્ડિયાના ખેલાડી અને કોચ રવિ શાસ્ત્રીને આપવામાં આવેલા પેમેન્ટની જાણકારી આપી છે. ખેલાડીઓને કેન્દ્રીય કરાર રિટેનર ફી મળી છે જ્યારે ટેસ્ટ ખેલાડીઓને પણ આઇસીસી દ્વારા ટેસ્ટ રેન્કિંગની ઇનામી રકમનો શેર આપવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીને ૧૮.૭.૨૦૧૮થી ૧૭.૧૦.૨૦૧૮ વચ્ચે ટીમની કોચિંગ માટે એડવાન્સમાં ૨.૫ કરોડ રૂપિયા મળ્યા હતા. રવિ શાસ્ત્રીને ૨૦૧૬થી ટીમ ઇન્ડિયાના કોચ છે અને તેમનો કરાર આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનારા ૨૦૧૯ના વર્લ્ડકપ બાદ પૂર્ણ થઇ રહ્યો છે. રવિ શાસ્ત્રીને અનિલ કુંબલેના ઉત્તરાધિકારીના રૂપમાં કોચ પદ પર નિયુક્ત કરવામાં આવ્યો હતો. રવિ શાસ્ત્રીને બોર્ડના મહેનતાણા રૂપે ૮ કરોડ રૂપિયા મળશે.
ભારતીય ક્રિકેટ બોર્ડે દક્ષિણ આફ્રિકના પ્રવાસે ગયેલા ખેલાડીઓની પેમેન્ટ પણ રિલીઝ કરી છે, જેમાં આઇસીસી દ્વારા રિલીઝ કરવામાં આવેલા ટેક્સેબલ પોર્શન અને રિટેનરશિપ ફીનો ૯૦ ટકા ટેક્સ ફ્રી ભાગ સામેલ છે. વિરાટ કોહલીને દક્ષિણ આફ્રિકામાં વન ડે અને ટેસ્ટ સિરીઝ તેમજ આઇસીસીની ઇનામી રકમ મળીને ૧,૨૫,૦૪,૯૬૪ રૂપિયા મળ્યા છે.
ભારતીય ટીમના હિટમેન રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા પ્રવાસ અને નિદહાસ ટ્રોફીના મળીને ૧,૧૨,૮૦,૭૦૫ રૂપિયા મળ્યા છે. જ્યારે હાર્દિક પંડ્યાને ઓક્ટોબર ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ વચ્ચે ૯૦ ટકા ટેક્સ ફ્રી રિટેનર ફીના રૂપમાં ૧,૧૧,૩૪,૭૨૬ રૂપિયા મળ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





