મોઈન અલીએ કોચ હોવા છતાં હરભજનસિંહની મદદ લીધી!!

0
13

લંડન,તા.૧૦
ઈંગ્લિશ ઓફ સ્પિનર મોઈન અલિએ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંઘ પાસે પોતાનાં પ્રદર્શન અંગે સલાહ માંગી હતી. મોઈન અલિ આ ચાલી રહેલી આ સીરિઝમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ છેલ્લાં ટેસ્ટમાં તે ભારતીય બેટ્‌સમેનો પર જાઈએ તેવી અસર ઉભી કરી શક્્યો ન હતો. તેથી તેણે ત્યાં હાજર રહેલાં હરભજન સિંઘ પાસે સલાહ લીધી હતી. એમ હરભજને એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું હતુ.
નવાઈની વાત એ છે કે મોઈન ની ટીમમાં જ બોલિંગ કોચ તરીકે સકલૈન મુશ્તાક ઉપલબ્ધ હોવાં છતાં તેણે હરભજનની સ્લાહ લીધી હતી. હરભજને તેને જણાવ્યુ હતુ કે ઓવલની પીચ જુદી રીતે વર્તી રહી છે. તેમાં સ્પિનર પીચની રફ સાઈડનો એટલો જલ્દી ઉપયોગ કરી શકતો નથી. આથી મોઈને રફ સાઈડનો ઉપયોગ કરવાંને બદલે થોડો રિલેક્સ રહેવું જાઈએ. અને બોલની ગતી પર ધ્યાન દેવું જાઈએ.
હરભજન સર્રે કાઉંટી તરફથી ઘણુ કાઉંટી ક્રિકેટ રમ્યો છે તેથી તે ઓવલ પીચ કંડિશનથી વાકેફ છે. મોઈન અલિ એ હરભજનની વાત માની અને તેને તેનું ફળ પણ મળ્યુ તેને રવિવારે બે વિકેટ્‌સ મળી. હરભજન માને છે કે આ પીચ પર ક્રેક હજુ વધુ પડશે. ત્યારે ચોથી ઈનિંગમાં બેટિંગ કરી રહેલી ભારતીય ટીમ માટે વધુ મુશ્કેલી સર્જાશે. તેમ મનાઈ રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY