ખોટી ઉંમર બતાવનાર ખેલાડીઓ સાવધાન..!! બીસીસીઆઈ મુકશે બે વર્ષનો પ્રતિબંધ

0
37

ન્યુ દિલ્હી,તા.૨૮
દુનિયાભરની રમતોમાં બનાવટી દસ્તાવેજા બતાવીને કરવામાં આવતા ફ્રોડની અનેક ઘટનાઓ સામે ચૂકી છે, જેમાં ખેલાડીઓની ઉંમર બતાવવા માટે રજૂ કરવામાં આવતા ફર્જી કાગળ પણ શામેલ છે. આ બનાવતી દસ્તાવેજ રજૂ કરીને ખેલાડીઓ દ્વારા ખોટી વય બતાવવામાં આવે છે અને ટીમમાં સિલેક્ટ થતા હોય છે. આ કોઈ મોટી બાબત નથી, ત્યારે હવે આ મામલે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા કમર કસવામાં આવી છે.
બીસીસીઆઈએ છેતરપિંડીના મામલે પકડાતા કોઇ પણ ક્રિકેટરને તમામ માન્યતા પ્રાપ્ત ટૂર્નામેન્ટોથી બે વર્ષ માટે પ્રતિબંધિત કરવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત બીબીસીસીઆઇએ મંગળવારે કરી છે. આ પહેલા ક્રિકેટર પર એક વર્ષનો પ્રતિબંધ લાગતો હતો. આ નિર્ણય ક્રિકેટમાં ભ્રષ્ટાચાર સમાપ્ત કરવાની ઝીરો ટોલરન્સ પોલિસી હેઠળ લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ એ મેઘાલય તરફથી રમવા જઇ રહેલા દિલ્હીના ખેલાડી જસકીરત સિંહ સચદેવાને અંડર ૧૯ ટૂર્નામેન્ટમાં રમવા માટે નકલી બર્થ સર્ટિફિકેટ આપવા પર બેન કરી દીધો હતો. જણાવી દઇએ કે જૂનિયર સ્તર પર રમાતી ક્રિકેટમાં ખેલાડીઓની નકલી ઉંમરની સમસ્યા ખૂબ જ વધારે છે.
જૂનિયર લેવલ પર કોચિંગ આપી રહેલા પૂર્વ મહાન બેટ્‌સમેન રાહુલ દ્રવિડે આ સમસ્યાને બીસીસીઆઇની સામે જણાવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY