ઉચાપતના કેસમાં મુદ્દત ના આગલા દિવસે રાજીનામુ આપી,પાણી પહેલા પાળ બાંધી
બોટાદ જીલ્લાના રાણપુરમાં કદાચ રાણપુરના ઈતિહાસમાં ન મળ્યા હોય તેવા સરપંચ રાણપુર ને મળ્યા હતા.જે વહીવટીક્ષેત્રે તમામ બાબતે નિષ્ફળ ગયા હોવાનું જાણવા મળેલ જેમ કે લોકોના પ્રાણપ્રશ્ન પાણી પ્રશ્ને ઉનાળામાં નીર સુકાતા અધિકારીઓની ખાત્રી હતી કે ૮ જુને પાણી કેનાલમાં છોડાશે ત્યારબાદ સુખભાદર ડેમ ભરી પાણી આપવામાં આવશે તો પણ ઉપવાસ પર ઉતર્યા ધોરી નસ જેવા બસ સ્ટેન્ડના રોડના ઠેકાણા નથી અને સરપંચ રેલ્વે સ્ટેશનમાં કનેક્ટીવીટી નથી ની ફરીયાદ કરતા હતા.રાણપુરના ઈતિહાસમાં ભર ચોમાસે ૬ દિવસે પાણી વિતરણ થાય છે.છતા કોઈ સ્ટાફ પર પકડ કે વર્ચસ્વ નહી ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો ઉપર વર્ચસ્વ નહી જેની લાઠી એની ભેશ જ્યારે રાણપુર ગ્રામ પંચાયત પાસે એક પણ પેટ્રોલ નું વાહન ન હોવા છતા પોતાના ભાઇની દુકાનેથી ગેરકાયદેસર વેચાણ કરાતા પેટ્રોલ ડીઝલ ના આશરે ૧,૫૦,૦૦૦ ના બીલ મુકેલ તેની રજુઆત રાણપુર ગ્રામ પંચાયતના જાગૃત સભ્યોએ ડી.ડી.ઓ.બોટાદ ને ઉચાપતની કરતા તા-૨૩-૮-૨૦૧૯ ના રોજ મુદ્દત પહેલા સરપંચે માંદગીનું કારણ આગળ ધરી રાજીનામુ આપી દીધેલ છે.સભ્યોના જણાવ્યા મુજબ પેવર બ્લોકનું કામ રાણપુરની મારૂતિનગર સોસાયટીમાં સરપંચ અબ્બાસભાઈ ખલાણી એ કરેલ જે નબળી ગુણવતાવાળા હોવાની ફરીયાદ થયેલ છે વધુ માં વેજલકા મુકામે ફૌજીની જમીન પણ દબાવવા બાબતે કેસ થયો તથા સરપંચનું ફોર્મ ભર્યુ ત્યારે પોતાના કુટુંફનું ૮૮૦૦૦ રૂપિયાનું દેણુ હોવા છતા ખોટુ એફીડેવીટ કરાવેલ હોવાનું જાણવા મળેલ છે.સરોજબેન સાગરભાઈ રૂદાતલા તથા રાણપુર ગ્રામ પંચાયતના વિરોધ પક્ષના નેતા દેવાંગભાઈ રાઠોડ ના જણાવ્યા અનુસાર સરપંચના ભ્રષ્ટાચારની ડી.ડી.ઓ.તથા કલેક્ટર ને અવારનવાર રજુઆત કરી છે.વળી આ સરપંચના વહીવટ હેઠળ લોકમાતા કહેવાય તેવી નદીઓમાં રાણપુરનો કચરો ઠાલવવામાં આવે છે તથા સરકાર પાણીના વિશેષ સંગ્રહ માટે તળાવો ઊંડા કરાવે છે.ત્યારે અણીયાળી રોડ ઉપરનું તળાવ રાણપુરના કચરાથી પુરાવી લાગતાવળગતા ને દબાણ કરી આપવા સવલત કરી આપેલ છે.લોકોના જણાવ્યા મુજબ ઉચાપતના કેસમાં પોલિસ ફરીયાદ થાય એ પહેલા તબિયત નું બહાનું આગળ ધરી રાજીનામુ રાણપુર તાલુકા વિકાસ અધિકારી ને આપેલ છે જે સ્વીકારી લેવામાં આવેલ છે. અને રાણપુર તાલુકા વિકાસ અધિકારી એમ.આઈ.પરમારે જણાવેલ કે મને રાજીનામુ મળેલ છે હવે પછીની કાર્યવાહી કરવામાં આવશે..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





