બેગૂસરાયમાં ચૂંટણી બાદ રામપુર આવીને જણાવીશ બજરંગબદલી શું છે : ગિરિરાજસિંહ

0
22

બેગૂસરાય,તા.૧૩
બિહારના બેગૂસરાયથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ‘બજરંગ અલી’ વાળા નિવેદનને લઇ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન પર આકરા પ્રહારો કર્યા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે આઝમ ખાને પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપી અને હવે અમારા ભગવાનને ગાળો આપી રહ્યાં છે. ચૂંટણી બાદ તેઓ રામપુર જશે અને તેમને બતાવશે કે બજરંગી બલી શું છે.
ગિરિરાજે કહ્યું કે આઝમ ખાને પહેલાં વડાપ્રધાન નોદીને ગાળો આપી. હવે અમારા ભગવાનને ગાળો આપી રહ્યા છેપઆઝમ ખાન. બેગૂસરાયની ચૂંટણી પૂરી થયા બાદ રામપુર આવીને અમે બતાવીશું કે બજરંગ બલી શું છે. આપને જણાવી દઇએ કે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને યોગી આદિત્યનાથને અલી અને બજરંગ બલી વાળા નિવેદને પર જવાબ આપતા કહ્યું હતું કે હવે અમે અલી અને બજરંગ એક છીએ.
આઝમ ખાને કહ્યું કે અલી અને બજરંગમાં ઝઘડો ના કરાવો. હું નવું નામ આપી દઉં છું, બજરંગ અલી. મારો તો દિવસ નબળો નહોતો. તમે કહ્યું હતું કે બજરંગ બલી દલિત હતા, તો પછી તમારા કોઇ સાથીએ કહ્યું કે તેઓ ઠાકુર હતા. એક નેતાએ તેમને જાટ ગણાવ્યા. પછી કોઇએ કહ્યું કે તેઓ ભારતના જ હતા નહીં પરંતુ શ્રીલંકાના હતા. પરંતુ એક મુસલમાન એમએલસીએ કહ્યું કે તેઓ મુસલમાન હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY