બેંગકોક,તા.૨
દાઉદ કંપનીના મોટા ગેંગસ્ટર મુન્ના જિંગાડાને ભારતને સોંપવાનો થાઈલેન્ડે ઈનકાર કરી દીધો છે. મુન્ના જિંગાડા દાઉદના જાની દુશ્મન છોટા રાજનની હત્યાના પ્રયાસના કેસમાં ૧૬ વર્ષ જેલની સજા થાઈલેન્ડની જેલમાં કાપી ચુક્યો છે. દરમિયાન હવે થાઈલેન્ડની એક કોર્ટે ૨૦૧૮માં નીચેની કોર્ટે આપેલા એ ચુકાદાને રદ કરી નાંખ્યો છે જેમાં મુન્ના જિંગાડાના પ્રત્યાપર્ણને મંજૂરી અપાઈ હતી.
ભારતને આશા હતી કે, ફિંગરપ્રિન્ટ, ડીએનએ સેમ્પલ, સ્કૂલ એલસી અને મુંબઈમાં નોંધાયેલી ફરિયાદોના પૂરાવાના આધારે ઉપરની કોર્ટ મુન્નાને ભારતનો નાગરિક માનીને તેને ભારતને સોંપવા માટે મંજૂરી આપશે.ગુપ્તચર એજન્સીઓના સૂત્રોનુ કહેવુ છે કે, પાકિસ્તાન થાઈલેન્ડમાં હાલમાં મોજૂદ આઈએસઆઈના સંપર્કો થકી મુન્ના જિંગાડાને થાઈલેન્ડ સરકાર ભારતને ના સોંપે તે માટે તમામ પ્રયાસ કરી રહ્યુ છે. આઈએસઆઈના પ્રયત્નોને મળેલી સફળતા ભારત માટે ઝાટકા સમાન છે.
ગુપ્તચર એજન્સીઓના કહેવા પ્રમાણે મુન્ના ઉર્ફે જિંગાડાને પાકિસ્તાનનો નાગરિક બતાવવા માટે આઈએસઆઈ દ્વારા તેનો નકલી પાકિસ્તાની પાસપોર્ટ બનાવાયો હતો અને તેમાં તેનુ નામ મહોમ્મદ સલીમ બતાવાયુ હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



