દેશમાં ગરીબી માટે કોંગ્રેસ જવાબદાર,રાહુલ તેને દૂર કરવા અસમર્થ : નીતિન ગડકરી

0
13

બેતુલ,તા.૪
કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરીએ કાંગ્રેસ પર હુમલો કરતા કહ્યું હતું કે, દેશમાં ગરીબી માટે કાંગ્રેસ કારણભૂત છે. અહીં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, જવાહરલાલ નહેરુ, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી કે સોનિયા ગાંધી ગરીબી નાબૂદ કરી શકિયા નથી, ત્યારે હાલના કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેવી રીતે ગરીબી દૂર કરશે. કૃષિ અને ગામડાના વિકાસ માટે અગાઉની સરકારની કોઈ નીતિમાં ગંભીરતા નહોતી તેથી ઘઉં સસ્તા છે, પરંતુ બિસ્ક્રિટ મોંઘા છે, ફળો સસ્તાં છે, પરંતુ જ્યૂસ મોંઘાં છે. કાંગ્રેસના શાસનમાં ગરીબ વધુ ગરીબ બન્યા છે.
કાંગ્રેસના અગાઉના નેતાઓ ગરીબી નાબૂદ કરવામાં નિષ્ફળ ગયા છે. રાહુલ ગાંધી કેવી રીતે દૂર કરશે એવો પ્રશ્ર્‌ન પૂછ્યો હતો. કાંગ્રેસ જાતિવાદ અને કોમવાદનું રાજકારણ રમે છે, જ્યારે ભાજપ આ બંનેને ખતમ કરવા માગે છે, તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકારે રૂ. ૧૦,૦૦૦ કરોડનો બુદ્ધ સર્કિટ રોડ બનાવ્યો છે, જ્યારે કાંગ્રેસ તેમના પક્ષને બુદ્ધ વિરોધી ચીતરે છે. ગડકરીએ બેતુલ ઉપરાંત આથનેરમાં પણ રેલી યોજી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY