ભાભી સાથે અનૈતિક સંબંધોની શંકામાં પિતરાઈ ભાઈએ ભાઈની જ હત્યા કરી

0
22

સુરત,તા.૧૭
અનૈતિક સંબંધોની શંકામાં વધુ એક યુવાનની હત્યા કરવામાં આવી છે. ઉધનામાં બનેલી આ ઘટનામાં પિતરાઇ ભાઇએ ભાઇની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. હત્યા કર્યા બાદ પિતરાઇ ભાઇ ગાયબ થઈ જતાં પોલીસે તેને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
મૂળ ઉત્તરપ્રદેશના ખાનપુર ડાંડી ગામના વતની અને સુરતમાં પ્રભુનગર, બીઆરસી, ઉધના ખાતે રહેતા નંદલાલ સિયારામ પ્રજાપતિને ત્યાં અઠવાડિયા પૂર્વે તેના પિતરાઈ ભાઇ વિક્રમકુમાર ગુલાબચંદ્ર પ્રજાપતિ (ઉ.વ. ૨૨) વતન ઉત્તરપ્રદેશથી રહેવા આવ્યો હતો. દરમિયાન રવિવારે સાંજે ચાર વાગ્યા પહેલાના કોઇ પણ સમયે વિક્રમકુમાર પ્રજાપતિની ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હતી. એ સમયથી નંદલાલ પલાયન થઇ ગયો હોવાથી પોલીસે એફઆઇઆરમાં તેને શકમંદ તરીકે દર્શાવ્યો છે.
મકાનમાલિક સંજયસિંગ રાજપૂતે ઉધના પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે તપાસ કરી તો નગ્ન અવસ્થામાં એટલે કે માત્ર એક ચડ્ડી પહેરેલી હાલતમાં મૃતદેહ પડ્યો હતો. નંદલાલના ઘરમાંથી જ મળેલા મૃતદેહમાં માથા, મોઢા, જાંઘ, ખંભા અને ઘૂંટણના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્્યા હોવાનું જણાયું હતું. આટલું જ નહીં પણ તેને ફાંસો પણ આપવામાં આવ્યો હતો. આટલી ક્રૂરતાપૂર્વક મારવાનું કારણ અનૈતિક સંબંધોની શંકા હોવાની વાતને કેન્દ્રમાં રાખી પોલીસે હાલ નંદલાલ પ્રજાપતિને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. વધુ તપાસ પીઆઇ એ.પી. પરમાર કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY