અમદાવાદ,તા.૭
આગામી ૧૦ ફેબ્રુઆરીથી આ સપ્તાહે ગાંધીનગર-અમદાવાદ, ભાવનગર વાયા સુરેન્દ્રનગર માર્ગની ઇન્ટરસિટી ટ્રેનને આખરે રેલવેતંત્રે લીલી ઝંડી આપતાં શરૂ થઈ રહી છે.
બોટાદ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ગેજ રૂપાંતરના કારણે બંધ થયો હોવાના કારણે પ્રવાસીઓની લાંબા સમયની માગણી હવે પૂરી થઈ રહી છે, પરંતુ અમદાવાદથી ભાવનગર કે સુરેન્દ્રનગર જવા ઇચ્છતા પ્રવાસીઓએ આંબલી રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે.
આ ટ્રેન શરૂ થવાના કારણે યાત્રીઓની મુસાફરી સરળ બનશે અને એસટી બસ કે અન્ય ખાનગી બસ સામે નવો વિકલ્પ મળશે એટલું જ નહીં, પરંતુ ભાડામાં પણ રાહત મળશે. રેલવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઇન્ટરિસટી ટ્રેન ભાવનગરથી ગાંધીનગર જવા ઉપડશે.
તે સિહોર, ધોળા, બોટાદ, વીરમગામ અને આંબલી રોડ સ્ટેશને ઊભી રહેશે, જેથી ટ્રેનમાં અમદાવાદ જવા ઇચ્છનારાને આંબલી રોડ સ્ટેશને ઊતરવું પડશે. ટ્રેનને અમદાવાદ પહોંચતાં પ કલાક અને ગાંધીનગર પહોંચતાં ૬ કલાક થશે.
જાકે આ ટ્રેનને સુરેન્દ્રનગરમાં સ્ટોપ ન મળતાં નિરાશા ફેલાઇ છે. લોકોએ આ ટ્રેનને સુરેન્દ્રનગર ગેટ, જારાવરનગર કે વઢવાણમાં સ્ટોપ આપવા માગ કરી છે. નવમી ફેબ્રુઆરીએ સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેમુ પેસેન્જર ટ્રેનને બોટાદ સુધી લંબાવવામાં આવશે. આ ટ્રેન સુરેન્દ્રનગર વચ્ચે ચાલશે, જેમાં કુંડળી, રાણપુર, ચુડા, લીમડી, વઢવાણ, જારાવરનગર સહિતનાં સ્ટેશન આવરી લેવાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



