રાજકોટ, તા. ૩,
ઘણા લાંબા સમયથી ચાલતી અટકળો આજે ખીલે બંધાય તેવા નિર્દેશો મળે છે. કુંવરજીભાઈ બાવળીયા આજે વ્હેલી સવારે ૩૦ જેટલા આગેવાનો સાથે અજ્ઞાત સ્થળે કનિદૈ લાકિઅ પહોંચી ગયા છે. આજે તેમના ભાજપ પ્રવેશનું મુહૂર્ત સચવાય જાય તેમ મનાય છે. બીજી તરફ છ દિવસના ઈઝરાયલ પ્રવાસેથી રાત્રીના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કનિદૈ લાકિઅ પરત ફરતાની અકિલા સાથે જ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગયાનું મનાય છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આમ તો કુંવરજીભાઈ બાવળીયાને સાચવવા માટે એકાદ કનિદૈ લાકિઅ સપ્તાહથી થાબડભાણા કરતી જ હતી પરંતુ ગઈકાલથી પ્રદેશ નેતાઓના કુંવરજીભાઈ સાથે અકીલા સંપર્કો તૂટતાજ પ્રદેશ કોંગ્રેસ નેતાઓએ કુંવરજીભાઈ બાવળીયા કનિદૈ લાકિઅ ભાજપનો કેસરીયો પહેરી શકે છે તેવુ માનીને બાવળીયા સાથે જીલ્લા કક્ષાના કે તાલુકા કક્ષાના ઓછામાં ઓછા આગેવાનો કોંગ્રેસ છોડે તે માટેના ડેમેજ કનિદૈ લાકિઅ કંટ્રોલ કરવાના પ્રયાસો ગત મધરાત્રીએ જ આરંભી દીધા છે. કુંવરજીભાઈ બાવળીયા પોતે પોતાના અંગત સૂત્રોમાં છેલ્લા એક પખવાડીયાથી કહેતા હતા કે મારા કનિદૈ લાકિઅ વિસ્તારના લોકો, કાર્યકરો, કોળી સમાજના આગેવાનો વર્ષોથી તેમના પ્રશ્નો ઉકેલાતા ન હોય તથા કોંગ્રેસ પાર્ટી જોઈએ તેવો રસ લેતી ન હોય ઘણી મૂંઝવણો કનિદૈ લાકિઅ ઉભી થઈ રહી છે. જસદણ વિસ્તારના કાર્યકરો, આગેવાનો તથા લોકોની લાગણી એવી હતી કે સતત ચુંટાતા રહેતા કુંવરજીભાઈ બાવળીયાને પાર્ટી મહત્વની જવાબદારી કનિદૈ લાકિઅ સોંપતી ન હોય જસદણ વિસ્તારના લોકોના પ્રશ્નોને યોગ્ય વાચા મળતી નથી. કુંવરજીભાઈ બાવળીયાના અંતરત વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ કુંવરજીભાઈ બાવળીયા માટે ભાજપ પાર્ટી દ્વારા ઘણા સમયથી ‘લાલજાજમ’ બિછાવાતી હતી પરંતુ કુંવરજીભાઈ બાવળીયા કોંગ્રેસ છોડવાનો નિર્ણય લેવામાં કચવાટ અનુભવતા હતા. છેલ્લા એક અઠવાડીયાથી કુંવરજીભાઈ બાવળીયા અને ભાજપ વચ્ચે સામાન્ય એકાદ બાબતે સંમતિ સધાતી ન હતી. સંભવતઃ એ બાબત મંત્રીપદની હોઈ શકે. જો કે ગઈકાલથી જ બાવળીયા જૂથે અંતિમ નિર્ણય લઈ લીધાના અણસાર મળી રહ્યા હતા. દરમિયાન આજે સવારે કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભા હારેલા અને જીલ્લા પંચાયત ચૂંટણી જીતેલા પુત્રી, સરપંચ વેવાઈ સહિતના ત્રીસેક આગેવાનો સવારથી અજ્ઞાત સ્થળે હતા જે સ્થળ સંભવતઃ મુખ્યમંત્રી નિવાસસ્થાન હોઈ શકે. જો કે આ લખાય છે ત્યારે બાવળીયાના ભાજપ પ્રવેશની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ ડેમેજ કંટ્રોલના પ્રયાસો આદર્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


