ભરૂચ,તા.૧૩
ભરૂચના અંકલેશ્વરમાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાનો સમાચાર સામે આવી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી રાલીઝ ઇન્ડિયા કંપનીમાં ગત રાત્રીના સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો. ઘટનાના પગલે દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં ૪ કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી રાલીઝ ઇન્ડિયા કંપનીમાં ગત રાત્રીના સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો. રાત્રિના સમયે બ્લાસ્ટ થવાથી મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ ૪ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં ભોગ બનેલા લોકોમાં કામદાર સૌરભ યાદવ, સાહિલ અલી, જયેન્દ્ર પરમાર અને દર્શક નાયકને અંકલેશ્વરની પટેલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે પ્રથમ સારવાર માટે દાખલ કરાયા હતાં. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે બીએપીએસ વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટને પગલે પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



