ટ્યુશન પ્રથાનો સૌથી વધુ ભોગ બનતા સાયન્સના વિદ્યાર્થીઓ
એક સમય એવો પણ હતો.. કે સરકારી શાળાઓ જ હતી.શિક્ષકો ખૂબ કડક હતા તેની શ્રેષ્ઠ શિક્ષકો મા ગણના થતી. શિક્ષકો પોતાનો વિદ્યાર્થી રખડતો નથી ને તેની ખાતરી કરવા ગામમાં લટાર મારતા.લેશન આપતા.લેશન નહિ કરનાર ને સજા કરતા..શિસ્ત નો ભંગ કરનાર ઉપર આકરા પગલાં ભરવામાં આવતા..વાકા રાખી પગના અંગુઠા પકડવતા..પીઠ ના ભાગે આંકની મૂકતા..ઉઠ બેસ કરાવતા..કૂકડો બનાવતા..દેડકા દોડ કરાવતા. રિસેસ હોય કે રજા શિક્ષક સામે વિદ્યાર્થી પસાર થતા ડરતો.
શિક્ષકો ખરા અર્થમાં ગુરુ હતા.અને ગુરુ શિષ્યની મર્યાદાઓનું પાલન થતું.
આજે કોઈ પણ નોકરી માત્ર જરૂરિયાત બની ગઈ છે.સારા પગાર..ઓછી કલાક..કોઈ પૂછનાર નહિ.નોકરી સાથે સાઈડ બિઝનેસ કરી શકાય એટલે શિક્ષક ની નોકરી સૌ પસંદ કરે છે.
આજે શિક્ષણ નું વેપારીકરણ થયું તેનો પ્રારંભ ટ્યુશન પ્રથા માથી થયો છે. સૌ પ્રથમ સાયન્સ ના વિષયો હોય તે.ગણિત..વિજ્ઞાન.અંગ્રેજી ના ટ્યુશન હતા.પરંતુ આ ટ્યુશન પ્રથાનો ફરજિયાત કરાવવા પાછળ પણ લાલચુ શિક્ષકો ની ભૂમિકા છે.
લોભીને લાલચુ શિક્ષકો એકી બેકી ના ગણિત ચલાવતા.એકી સંખ્યા ના દાખલા કે પ્રશ્નો શાળા માં કરાવે અને બેકી સંખ્યા ના પ્રશ્નો કે દાખલા ટ્યુશન મા કરાવે..પૂર્ણ રીતે અભ્યાસ પૂરો કરવા ફરજિયાત ટ્યુશન મા જવું પડે.. વિદ્યાર્થીઓ અને વાલીઓ ની આં મજબૂરી માથી ખાનગી શિક્ષણ નો જન્મ થયો.
શિક્ષક શાળા કરતા વધુ મહેનત ટ્યુશન મા કરતો થયો..શાળા કરતા ટ્યુશન ક્લાસ નું મહત્વ વધી ગયું..કોઈ ને સગવડ હોય કે ન હોય..દીકરા કે દીકરીને ભણાવવા દેવાદાર બની ને પણ આ પ્રથાનો ભોગ બનવું જ પડે.ગુરુપણા નો ભાવ લુપ્ત થઈ ગયો.ક્યારેય કોઈ શિક્ષકે ગરીબ પરિવાર ના દીકરા કે દીકરીને મફત ટ્યુશન નથી કરાવ્યું..એટલેકે “સેવા” શબ્દ લોભી શિક્ષકો ના લીધે લુપ્ત થઈ ગયો .
ખાનગી શાળાઓ નું પણ આવુજ છે.ગરીબ દીકરા કે દીકરી ની ફી માફ નથી.એટલેકે ગરીબો પ્રત્યે લાગણી કે સેવા નથી.બધાજ વિદ્યાર્થી ના વાલીઓ સમયસર ફી ભરીજ શકે તેવી વ્યવસ્થા કે આયોજન ન હોવા છતાં સ્કુલ માથી કાઢી મૂકવાની કે પરિક્ષામાં બેસવા નહિ દેવાની બીકે કાળા ચોરના લાવીને પણ ભરવા પડે છે..આ દેખા દેખી ના જમાનામાં વાલીઓ ની હાલત.. *“કાળીયા સાથે ધોળીયો જોડે મારે નહિ તો માંદો તો થાય જ”* મજબૂરી નો લાભ ભરપૂર રીતે ઉઠાવતો ધંધો એટલે ટ્યુશન.
*ખાનગી શાળા હોય કે ખાનગી ટ્યુશન.ખૂબ મોટા તરકટો પરિક્ષા અને પરિણામો સમયે થાય છે.ટ્રસ્ટ મા ફંડ લેવાના લોભે ધનવાનો ના દીકરા કે દીકરી ને સારું પરિણામ આપાવી લલચાવવા મા આવે છે.*
વાર્ષિક દિન ની ઉજવણી અને ઈનામ વિતરણ ના નામે દાતાઓ શોધી તેના ખર્ચે મોટા તાયફાઓ કરી મોટા માણસો ને આમંત્રણ આપી..તેના હસ્તે ઇનામો આપવી મોટું ફંડ પણ નવુું કરવાના નામે લેવાય છે..
*દાતાઓ નું ફંડિંગ હોય તો કોઈ ગરીબ ને મફત નો લાભ કેમ નહિ.અથવા રાહત દરે કેમ નહિ.*
શિક્ષણ ને વેપારીકરણ નું કલંક લગાવનાર લોભી ટયુશનીયા શિક્ષકો જ છે.
*સરકાર ગમે તેવો તગડો પગાર કે અન્ય લાભો આપે છતાં શાળા મા તો માત્ર જલસા જ પણ ટ્યુશન નું શિડ્યુલ ખૂબ ટાઇટ..સરકારનો પગાર કોઈ પણ સરકારી નોકરીયાત ને વાપરવામાં શું ઘા વાગે છે તે સમજાતું નથી. ઉપરની કમાણી વધારવા જ મથામણ કરે છે..દરેક કચેરીઓ મા લાંચ ની પ્રથા ચાલે છે તેવી રીતે સરકારી કે ખાનગી નોકરી કરનાર ટ્યુશન ના નામે લાંચ એટલે કે ઉપરની કમાણી માજ રસ દાખવે છે…*
સરકાર કોઈ પણ શિક્ષક ને પગાર તેના વર્ગના કે વિષય ના વિદ્યાર્થી ને ભણાવવા જ આપે છે..છતાં એ શિક્ષક એ વિદ્યાર્થી ને ટ્યુશન મા જ બધું શીખવે છે..જો વર્ગ મા શીખવે તો ટ્યુશન મા જવાની જરૂર ન રહે..
*નોકરી કરનાર શિક્ષક ટ્યુશન કરે તો લાંચરુશવત ધારા અન્વયે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.ભગવાન છે એવું સૌ સ્વીકારે છે પણ ભગવાન નો પણ ડર કોઈને નથી..*
આં શાળા ના આચાર્ય કે શિક્ષક ને બાંધકામ ના ઇજારદાર બનાવી પ્રાથમિક શક્ષણ ની હાલત બગાડી નાખી છે. પક્ષના કાર્યકર ને બગાડ્યો એવીજ રીતે શિક્ષક ને પણ બગાડ્યો..ભણાવવા નું ભુલાવી ઇજારા રાખતો કરી દીધો છે.માટે હવે ખાનગી શાળામાં પણ શિક્ષક નો અભ્યાસ અને શિક્ષક બનવા જરૂરી પીટીસી,બીએડ કે સીપીએડ જેવું ભણતર ફરજીયાત કરવું જરૂરી છે અને સાથે સાથે કોઈ પણ ખાનગીકે સરકારી શિક્ષક ટ્યુશન ન કરાવે તેવા કાયદાને તકેદારી જરૂરી છે તોજ શિક્ષણ નું સ્તર શુધરશે બાકી હાલની પરિસ્થિતિએ શિક્ષણ મરણપથારીએ છેજ તેમાં શંકા ને કોઈ સ્થાનજ નથી
ધનંજય ઝવેરી 9978406257
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




