ભરૂચ તાલુકા પંચાયત માં ભગવો લહેરાયો

0
180

પ્રમુખ તરીકે નવીન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે સંજય વસાવા ચૂંટાયા….

અઢી વર્ષનો સમય ગાળો પૂર્ણ થતાં ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખના ભાજપ અને કોંગેસ દ્રારા પ્રમુખ ઉપ પ્રમુખ ના ફોર્મ ભરાયા હતાં.

 

આજ રોજ ભરૂચ તાલુકા પંચાયત માં પ્રમુખ ઉપ પ્રમુખ માટે જિલ્લા પ્રાંત અધિકારી એસ.એમ.દેસાઈ ના અધ્યક્ષ સ્થાને ભરૂચ તાલુકા પંચાયતના સભા ખંડમાં સવારના ૧૧ વાગે પ્રમુખ ઉપ પ્રમુખની પ્રક્રિયા ચાલું થઈ હતી.જેમાં કુલ ભાજપ કૉંગ્રેસ ના ૨૮ સભ્યો હજાર હોઈ પ્રમુખ તરીકે ભાજપના નવીન પટેલ ને ૧૫ મત મળતાં અને કૉંગ્રેસ ના નસીમ નબીપુરવાલા ને ૧૩ મત મળતા પ્રમુખ તરીકે નવીન પટેલ જાહેર કરાયા હતાં.
જયારે ઉપ પ્રમુખ તરીકે ભાજપના સંજય વસાવાને ૧૫ મત મળેલ અને કોંગ્રેસના જશોદા કેસરોલવાળા ને ૧૩ મત મળતાં સંજય વસાવા વિજેતા જાહેર કરાયા હતાં.

 

અઢી વર્ષ પછી ભાજપને તાલુકા પંચાયત ની સત્તા મળતા ભાજપી કાર્યક્રતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.વંદે માતરમ અને ભારત માતાકી જય સાથે સભાખંડ અને કમ્પાઉન્ડ ગજવી મુકિયું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY