ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમા નાઓ તરફથી જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા મળેલ સુચના આધારે ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ગુનાઓ શોધી કાઢવા એલ.સી.બી ના પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો દ્રારા કામગીરી હાથ ધરવામા આવેલ.જેમાં આજરોજ ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી અંક્લેશ્વર ગડખોલ પાટીયા પાસે થી એક બાળ કીશોર તથા તપાસ દરમ્યાન અન્ય એક ઇસમ નામે ગૌરવ યુવરાજ કિશન પાટીલ રહે-કિષ્નાપાર્ક સોસાયટી મકાન નં-૧૯ ,ગિરનાર સોસાયટીની સામે, રાજપીપળા રોડ,અંક્લેશ્વર 60૮ નાઓને એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કી,રૂ.૧૫૦૦૦/- તથા એક લેપટોપ કી.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૪૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા બજ્ને ની પુછપરછ કરતા બાળ કિશોરે પંદરેક દિવસ અગાઉ અંક્લેશ્વર ગડખોલ પાટીયા નજીક આવેલ એકતાનગર સોસાયટી માંથી રાત્રીના સમયે એક મકાનમાંથી લેપટોપ તથા ત્રણ મોબાઇલ ફોનની ચોરી કરેલાની કબુલાત કરેલ જે આધારે ખાત્રી કરતા અંક્લેશ્વર શહેર પો.સ્ટે. મા ગુ.ર.નં- । ૧૩૨/૨૦૧૯ ઇ.પી.કો.ક- ૪૫૭,૩૮૦ મુજબ ગુનો દાખલ થયેલ હોય જેથી મળી આવેલ સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કી.રૂ.૧૫૦૦૦/- તથા એક લેપટોપ કી.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૪૫૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મુદ્દામાલ સાથે મળી આવેલ બાળ કિશોર તથા અન્ય એક ઇસમ ગૌરવ યુવરાજvપાટીલ ને વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર પો.સ્ટે. મા સોંપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




