યુવક-યુવતી થિયેટરની લિફ્ટમાં ફસાતા પરિવારજનોનાં જીવ તાળવે ચોંટયા

0
10

ભરૂચ,તા.૧૭
ભરૂચનાં શાલીમાર કોમ્પલેક્ષનાં એક થિયેટરમાં જવા માટેની લિફ્ટમાં એક યુવક અને યુવતી ફસાયા હતા. આ દુર્ઘટનાને કારણે બન્ને જણાં ખૂબ જ ડરી ગયા હતા. આ દુર્ઘટનાને કારણે આખા શાલીમાર કોમ્પલેક્ષમાં દોડાદોડી થઇ ગઇ હતી. બન્નેના પરિવારજનોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. તે બંન્ને જણાને બહાર નીકાળ્યા બાદ પરિવારે નિરાંતનો શ્વાસ લીધો હતો.
આ કિસ્સામાં હાલ જાણવા મળી રહ્યું છે કે, ભરૂચનાં શાલીમાર કોમ્પલેક્ષનાં એક થિયેટરમાં ભરૂચનાં રહેવાસી ઓમ મોદી અને શ્રેયાંસી મોદી લિફ્ટમાં ફસાઇ ગયા હતાં. ઓમ મોદીએ આ અંગે જણાવતાં કહ્યું કે, ‘અમે બંન્ને પિક્ચર જોવા જતા હતાં ત્યારે લિફ્ટ થોડી જ ઉપર ગઇ અને બંધ થઇ ગઇ. અમે ઘણી જ બૂમો પાડી પછી કોઇએ અમારો અવાજ સાંભળ્યો હતો. અંદર કોઇ પંખો કે કંઇ ન હતું જેના કારણે અમને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી.
થોડીવારમાં બહારથી લોકોએ અમને બહાર કાઢવાનાં પ્રયત્નો શરૂ કર્યાં હતાં. અમે તેમને પૂછયે કે કેટલી વાર થશે તો એક જ જવાબ આપે કે બે મિનિટમાં થઇ જશે. અમારી પાસે અંદર ફોન હતો એટલે મમ્મીને ફોન કર્યો. મમ્મી ત્યાં આવી પછી કામ બરાબર થયું. અમે અંદર એક કલાક સુધી રહ્યાં હતા.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY