લૂંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં સુરતથી ઝડપી પાડતી દહેજ પોલીસ

0
16

રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક, ભરૂચ તરફથીજીલ્લામાં બનેલ મિલકત /શરીર સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ જે.એન.ઝાલા પોલીસ ઇન્સ્પેકટર દહેજ પો.સ્ટે.ના માર્ગદર્શન મુજબ પીએસઆઇ આર.એસ.રાજપુત નાઓને મળેલ માહિતી આધારે સુરત મુકામેથી બે આરોપીઓને લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

ગુનાની વિગત

(૧) દહેજ પો.સ્‍ટે. ગુ.ર,નં-। ૨૮/૨૦૧૯ ૩૯૨, ૩૯૪, 3૨૩, ૫૦૪, ૧૧૪ તથા કલમ ૧૩૫ મુજબ

આરોપીઓના નામ

(૧) કરણકુમાર બુધ્ધદેવ પ્રસાદ રાય ઉ.વ.ર૦ (૨) બીકુકુમાર ઉમેદ રાય ઉ.વ-૨૨ બન્ને રહે, હાલ રોયલ રેસીડેન્સી, બિલ્ડીંગ નંબર-૨૨ રૂમ નંબર-૧૦૧ વડદલા તા.વાગરા જી.ભરૂચ મુળ રહે, લબાપુર નારાયણ વોર્ડ નંબર-૧૦, થાના-મહનાર, જી.વૈશાલી (બિહાર)

રીકવર મુદ્દામાલ (૧) યુનિકોન કંપનીની મોટર સાયકલ નં-જીજે-16-સીજી,1456 કિ,રૂ.૨૫,૦૦૦/- (૨) ઓપો કંપનીનો મોબાઇલ કિ.રૂ. ૧૦,૦૦૦/- (૩) સેમસંગ કંપનીનો નાનો મોબાઇલ કિ,રૂ. ૫૦૦/- (૪) ફરીયાદીનું પર્સ તથા રોકડા રૂ. ૧,૯૦૦/- તથા એક્ષીસ
બેંક, ફેડરલ બેન્ક તથા યુનિયન બેન્કના ત્રણ એટીએમ કાર્ડ મળી ફૂલ કર. ૩૬,૯૦૦/- નો મુઘમાલ રીકવર કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY