શહેરમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામમાં JCI ભરૂચ દ્રારા પ્રાથમિક વિભાગ (ગુજરાતી- અંગ્રેજી માધ્યમ) ના વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિદ્યાર્થીઓના દાંતનું ચેકઅપ કરી દાંતને લગતી સમસ્યાનું નિવારણ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતાં. કેમ્પમાં કુલ 400 વિદ્યાર્થીઓનું ડેન્ટલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં JCI ના લેડી ચેરપર્સન કિંજલ શાહે વગેરેઓને દાંતને લગતી સમસ્યા અને દાંતને તંદુરસ્ત રાખવા માટે કેવી કાળજી રાખવી તે બાબતો અંગે ઊંડાણ પૂર્વક સમજૂતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ડો. J.C.રૂનીત જૈન, ડો.અમીત દુબે, ડો.અરફાહ પઠાણ, ડો.ઉવૈશ પઠાણ, ડો. કિન્નરી ઠાકુર, ડો. મનિષા શર્મા વગેરે ડોકરર્સે પોતાની સેવા આપી હતી.
કાર્યક્રમમાં પ્રેસીડન્ટ ઓફ JCI હુસૈન ગુલામહુસેનના તથા લેડી જેસી જુમાના મેડમે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. શાળાના આચાર્ય સુનિલ ઉપાધ્યાય, ટ્રસ્ટીગણ અને સ્ફાટ મિત્રોએ JCI વીંગની ટીમનો આભાર વ્યકત કર્યો હતો અને સ્મૃતિચિન્હ આપી ટીમની કામગીરીને બીરદાવી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




