વાલીયા તાલુકાના ગુંદીયા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો તથા વાહનો નો મુદ્દામાલ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
336

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા પ્રોહી.જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા ડ્રાઇવ રાખવામા આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેકટર જે.એન.ઝાલા તથા પો.સ.ઇ પી.એસ. બરંડા તથા પો.સ.ઇ એ.એસ. ચીહાણ તથા પો.સ.ઇ વાય.જી. ગઢવી નાઓ સાથે પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા.દરમ્યાન હે.કો. ￰જયેન્દ્રભાઈને બાતમી હકીકત મળેલ કે વાલીયાના લુણા ગામના કુખ્યાત બુટલેગર જગદીશ ઉર્ફે જગો રવિયાભાઇ વસાવા નાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો વાલીયા તાલુકા ના ગુંદીયા ગામની સીમમા લાવેલ છે અને રાત્રી ના સમયે અલગ-અલગ ગ્રાહકોને વેચાણ કરી કટીંગ કરનાર છે જેથી ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન. ઝાલા નાઓ એ પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી આયોજનબધ્ધ રીતે રાત્રીના અંધકાર મા ચાલુ વરસાદે રેડ કરતા સ્થળ ઉપરથી બે આરોપીઓ સહીત અલગ-અલગ બનાવટ ના વિદેશી દારૂ તથા બિયર ના બોક્ષ નંગ-૧૫૦ જેમા ભરેલ કુલ બોટલ નંગ-૫૨૭૩ કી.રૂ.૦૫.૯૮,૭૦૦/- નો મુદ્દામાલ તથા વાહન નંગ-૦૪ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ્લે કી.રૂ. ૨૬,૭૪,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ અર્થે વાલીયા પો.સ્ટે. મા સોંપવામાં આવેલ છે.છેલ્લા દોઢ મહીના દરમ્યાન જીલ્લા એલ.સી.બી દ્રારા ભરૂચ જીલ્લાના કુખ્યાત બુટલેગરો ઉપર સતત કાર્યવાહી ચાલુ છે જેમા કુખ્યાત બુટલેગરો નયન કીશોર કાયસ્થ , સુજાતખાન ઉર્ફે સજ્જુ તથા પ્રભુ વસાવા નાઓ ઉપર કાર્યવાહી કરવામા આવેલ તેમજ આજરોજ પણ વિપુલ માત્રામાં દારૂ નો જથ્થો ઝડપી પાડવામા આવેલ છે અને આગામી દિવસો માં હજુ પણ જીલ્લા ના નાસતા ફરતા મોટા બુટલગરો ઉપર કાર્યવાહી કરવા જીલ્લા એલ.સી.બી તથા પોલીસ કટીબધ્ધ છે.

પકડાયેલ આરોપી

(૧) સહદેવ કનુભાઇ રૂપજીભાઇ વસાવા રહે- ચાસવડ, મંદિર ફળીયુ તા-નેત્રંગ જી-ભરૂચ(૨) પ્રદીપ ઉર્ફે પદીયો 5/0 કનુભાઇ રૂપજીભાઇ વસાવા હાલ રહે- વિઠ્ઠલગામ વડ ફળીયુ તા-વાલીયા જી-ભરૂચ મુળ રહે- ચાસવડ,મંદિર ફળીયુ તા-નેત્રંગ જી-ભરૂચ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY