ટાયર પંચરની દુકાનમાં રાત્રીના સમયે આગ લાગતાં ભાગદોડ મચી …..

0
28

ભરૂચ નેશનલ હાઈવે નંબર ૮ પર અડીને જય હોટલ નજીક આવેલી ટાયર પંચરની દુકાનમાં અગમ્ય કારણસર આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી.

બનાવની મળતી માહિતી મુજબ ગત રાત્રીના ૧૦:૩૦ થી ૧૧ ના સમય દરમ્યાન જય હોટલ નજીક આવેલ ટાયર પંચર બનાવાની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગતાં નાસ ભાગ મચી જવા પામી હતી.આગ લાગવાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરતા ફાયર ફાયટરો દ્રારા બનાવ વાળી જગ્યા પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

 

જોકે આગના ટાયરોમાં લાગતાં ધુમાળાઓના ગોટે ગોટા આકાશમાં જોવા મળી રહ્યાં હતાં.પરંતુ ફાયટરો દ્રારા આગ પર કાબુ મેળવાય ત્યાં સુધી સંપૂર્ણ સમાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.જોકે સદનસીબે આગમાં કોઈ જાન હાનિ થવા પામી નથી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY