૩૨ જળાશયો છલકાયા, ૫૭ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા ભરાયા
ભરૂચ,તા.૨૮
ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે, તા. ૨૮ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૫ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૩૨ જળાશયો છલકાયા છે. ૫૭ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ ૨૨ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૮૪.૮૪ ટકા ભરાયું છે. તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.
રાજ્યમાં હાલમાં ૫૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૫,૨૧,૬૨૯, કડાણામાં ૧,૪૭,૦૦૫, ઉકાઇમાં ૧,૧૨,૯૫૪, વણાકબોરીમાં ૧,૦૦,૪૪૮ પાનમમાં ૨૨,૪૪૧ વાત્રકમાં ૬,૪૨૦ અને દમણગંગામાં ૫,૪૩૯ ક્યુસેકનો સમાવેશ થાય છે.
ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૩.૦૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૩.૯૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૧.૩૭ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૨.૫૫ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૪.૫૦ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૭૨.૬૩ ટકા એટલે ૪,૦૪,૩૨૪.૯૭ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



