ભરૂચ શહેરમાં શંકાસ્પદ કોપરના વાયરો તથા એલ્યૂમિનીયમની પટ્ટી સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
207

ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં બનતા મિલકત સંબધી ગુનાઓ અટકાવવા તેમજ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સુચના આધારે એલ. સી. બી. ઇન્ચાર્જ પો.ઇન્સ જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ એલ. સી. બી. ભરૂચની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ જે પૈકી પો.સ.ઇ.એ.એસ.ચૌહાણ એલ.સી.બી. ભરૂચની ટીમ મિલ્ક્ત સંબંધી ગુનાઓ અટકાવવા અંગે ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે સુઝુકી ગાડી માં શંકાસ્પદ કોપર વાયરો તથા એલ્યુમિનીયમની પટ્ટીઓ ભરી ભરૂચ શહેરમાં જી. એન. એફ. સી. કંપનીના પાછળના ભાગે આવેલ યોગીદર્શન ફલેટ નજીક રસ્તા પરથી પસાર થનાર છે. જે મળેલ બાતમી આધારે વોચમાં રહી સુઝુકી ગાડી સહીત બે ઇસમોને કોપર વાયરો તથા એલ્યુમિનીયમની પટ્ટીઓના શંકાસ્પદ જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ભરૂચ શહેર “સી” ડીવી પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે.

પકડાયેલ આરોપીઓ
(૧) જીતેન્દ્ર કિશનભાઈ સિંદે રહે. અલકાપુરી સોસાયટી મ.નં-૧૨ તુલસીધામ સોસાયટી પાસે ભરૂચ
(૨) દશરથભાઇ નંદકિશોરભાઇ ગુજજર રહે. ડી/૪૦૪ કેદારધામ સોસાયટી માંજલપુર વડોદરા

કબ્જે કરેલ મુદામાલ
(૧) કોપરના વાયરો બંડલ નંગ-0૩ કિં કિં ૨૦,૪૦૦/- (૨) એલ્યુમિનીયમની નાની મોટી અલગ અલગ પટ્ટીઓ કુલ વજન ર૪૫ કીલોગ્રામ કિં રૂ ૧૯,૬૦૦/- તથા (૩) મોબાઇલ નંગ ૦૨ કિં રૂ ૯,૦૦૦/- તથા (૪) બે વોલેટમાં રોકડા રૂપિયા ૧૩,૯૧૦/- (૫) સુઝુકી ગાડી કિં રૂ. ૩,૦૦,૦૦૦/- કુલ્લે મુદ્દામાલ કિં રૂ ૩, ૬ર,૯૧૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે .

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY