ભરૂચ ખાતે મનકી બાત અંતર્ગત રથ આવી પહોંચતા સ્વાગત કરાયું.

0
36

ભરૂચ ખાતે ગુરુવાર સવારે ભારત કે મન કી બાત રથનું શ્રવણ ચોકડી પર સ્વાગત કરાયું હતું.

ભાજપે ભારત કે મન કી બાત, મોદી કે સાથ અભિયાન શરૂ કર્યું છે.જેના ભાગરૂપે ગુરુવારે સવારે ભરૂચ લોકસભાનો મનકી બાતનો રથ શ્રવણ ચોકડી આવી પહોંચતા ભાજપના આગેવાનો તથા કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. રથ શહેરના શક્તિનાથ,પાંચબત્તી, વેજલપુર ,કોઠી ,સોનેરી મહેલ, સ્ટેશન ,કસક થઈને ઝાડેશ્વર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ભારત કે મન કી બાત અંતર્ગત લોકો પોતાના વિચારો અને સૂચનો અલગ અલગ માધ્યમો દ્વારા રજૂ કરીને રથની સૂચન પેટીમાં નાખ્યા હતા.યાત્રામાં ભાજપ જિલ્લા મહામંત્રી ધર્મશ ભટ્ટ, શહેર પ્રમુખ મહેન્દ્ર કંસારા, પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, પાલિકા સભ્ય મારૂતિસિંહ અટોદરિયા, દિવ્યેશ પટેલ, ભારતી પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, નરેશ સુથારવાલા, નીના યાદવ સહિત મોટી સંખ્યમાં કાર્યકરો હાજર રહ્યા

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY