લાકડાની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ, લાખોનું નુકસાન

0
7

ભાવનગર,તા.૭
ભાવનગર નજીક નવાગામાં જીઆઇડીસીમાં આવેલી એક લાકડાની ફેકટરીમાં મોડી રાત્રે અગમ્ય કારણોસર આગ લાગી હતી. જાત જાતામાં આગ વધુને વધુ પ્રસરતા ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગી હોવાની જાણ થતા સિહોર ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું સચોટ કારણ પોલીસ અને ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય રહ્યું છે. આગથી લાખો રૂપિયાનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે જે સ્થળે આગ લાગી તે સમગ્ર વિસ્તાર નાના-મોટા ઉદ્યોગોથી પથરાયેલો છે. પરંતુ આગનું જે વિકરાળ સ્વરૂપ હતું તે જાતા આ આગની લપેટમાં આજુબાજુના ઉદ્યોગ-ધંધાને કારખાનાઓને પણ નુકસાન થવાની દહેશત જણાઈ રહી હતી. જા કે ફાયર બ્રિગેડની સમયસૂચકતાના પગલે સમયસર આગ કાબૂમાં આવી ગઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY