ગુજરાત મેરી ટાઈમ બોર્ડે ૯૦૦ શ્રમિકોને કર્યા છુટા, શ્રમજીવીઓમાં ભારે રોષ

0
323

ભાવનગર,તા.૨૪
ભાવનગર બંદર ખાતે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ છેલ્લા ૪૦ વર્ષથી મજુરી કામ કરતાં ૯૦૦ શ્રમિકોને ગુજરાત મેરી ટાઈમ બોર્ડે કોઈ પણ કારણ વિના રાતો રાત છુટા કરતા રોજગાર વિહોણો મજુરમાં ભારે રોષ વ્યાપ્યો છે.
એક તરફ સમગ્ર રાજ્યમાં મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે, કેન્દ્ર તથા રાજય સરકાર મોંઘવારીને નાથવામા તથા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રોજગારી પુરી પાડવામાં સરકાર સરેઆમ નિષ્ફળ નિવડયુ છે. તેવાં સમયે ગરીબ અને આમ આદમીની મુશ્કેલીઓ તકલીફો ઓછી નથી થઈ રહી ત્યારે લોકોના રોજગારો છીનવાઈ રહ્યા છે. આમ, છતાં પણ સરકાર આ મુદ્દે નિંદ્નાધિન અવસ્થામાં જણાઈ રહી છે. ભાવનગરનાં બંદર ખાતે સેંકડો શ્રમજીવીઓ છેલ્લી ચાર પેઢી કરતાં વધુ સમયથી ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટ હેઠળ શિપમા આવતા કંન્ટેનરમાંથી માલ સામાન ઉતારવા ચડાવવાનું મજુરી કામ કરે છે. તાજેતરમાં જીએમબી હસ્તકનો વહીવટ ધરવતી કંપની દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના ૯૦૦ શ્રમજીવીઓને છુટા કરી દેવામાં આવ્યા છે.
પરિણામે મજૂરોમાં ભારે રોષ ફેલાયો છે. છુટા કરાયેલા શ્રમિકોને પુનઃ કામ પર લેવાની ઉગ્ર માગ સાથે મજુરોના નૈતિક હક્ક માટે કાર્યરત સીઆઈટીયુ પક્ષની આગેવાની હેઠળ પોતાની માગ રજુ કરવા સત્તાવાર તંત્ર પાસે મંજૂરી માંગવામા આવી હતી. પરંતુ, મંજૂરી આપવામાં ન આવતા જીએમબી કચેરી સામે વિરોદ્ધ પ્રદર્શન તથા ધરણાં યોજવા એકઠા થયેલા શ્રમિકોની પોલીસે અટકાયત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY