ભાવનગર,તા.૧
ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.ચાવડા સામે ઉચાપતનો ગુનો દાખલ કરવાનો ભાવનગર ડીએસપીએ ગુરૂવારના રોજ આદેશ આપ્યો હતો. ત્યારે બાદ શુક્રવારે સવારે મહિલા ઈન્સપેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. મહિલા પોલીસ ઈન્સપેક્ટર સામે ૬ હજાર રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે.
ભાવનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.ચાવડા ટ્રાફિકના નિયમોને ભંગ કરનારને મેમો આપી દંડ વસુલ કરતાં હતા. તે મેમોમાં પાછળથી સુધારો કરી દંડની રકમ ઘડાટી તેઓ સરકારી તીજારીમાં જમા કરાવતા હોવાની જાણકારી ડીએસપી પ્રવિણ માલને મળી હતી. જેથી સમગ્ર મામલાની તપાસ ડેપ્યુટી એસપી મનિષ ઠાકરને સોપવામાં આવી હતી. જેમાં તથ્ય સામે આવતા ૬ હજાર ૪૦૦ની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી. જેથી શુક્રવારે મહિલા પી.આઈ.ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી.
મહિલા પી.આઈ. ચાવડાએ દાવો કર્યો છે કે, જા તેમને ઉચાપત કરવી જ હોય તો લાખો રૂપિયાની થઈ શકે છે. કોઈ પોલીસ ઈન્સપેક્ટર કક્ષાનો અધિકારી ૬ હજાર જેવી મામુલી રકમની ઉચાપત શા માટે કરે, તેમની સામે નોંધાયેલી ફરિયાદનું કારણ તેઓ એસપીને હપ્તો આપતા નથી. જેના કારણે કિન્નાખોરી રાખી ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહત્વનું છે કે ભરતનગરના પોલીસ ઈન્સપેક્ટર મહિલા હોવા છતાં સમગ્ર વિસ્તારમાં તેમની ધાક હતી. રાતના દસ વાગ્યા પછી રસ્તાઓ અને ગલ્લાઓ ઉપર ટોળ ટપ્પા કરતા લોકો પોતાના ઘર તરફ જતા રહેતા હતા. આમ ભરતનગરના ગુનેગારો પણ તેમનાથી ડરતા હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




