અમદાવાદ,તા. ૨
સુપ્રીમકોર્ટે ખાદ્યચીજ-વસ્તુઓમાં ભેળસેળના સબસ્ટાન્ડર્ડના કેસોમાં સજાના બદલે દંડનું વલણ અપનાવી હુકમ કરવા જારી કરેલા નિર્દેશો અનુસંધાનમાં અમદાવાદ ભદ્ર સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ડી.પી.મહિડાએ એક મહત્વના ચુકાદામાં ખાદ્ય ચીજામાં ભેળસેળના કેસોમાં ત્રણ વેપારીઓને સજા માફી આપવા સાથે સબક સમાન દંડ ફટકાર્યો હતો. જેમાં અખાદ્ય તેલના કેસમાં એક વેપારી નીતિન વાડીલાલ શાહને રૂ.૨.૪૬ લાખનો આકરો દંડ ફટકાર્યો હતો, જયારે અન્ય બે વેપારીઓને સબસ્ટાન્ડર્ડ કેસમાં રૂ.૪૬-૪૬ હજારનો સબક સમાન દંડ ફટકાર્યો હતો. સેશન્સ કોર્ટના આ મહત્વના ચુકાદાને પગલે સમાજમાં ભેળસેળ કરતાં તત્વો અને વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. ખાદ્યચીજામાં ભેળસેળ અને સબસ્ટાન્ડર્ડના કેસમાં આરોપીઓ વિરૂધ્ધ સજા સામેની અપીલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ખાસ સરકારી વકીલ મનોજ ખંધારે મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, શહેરના પ્રેમદરવાજા વિસ્તારમાં પૂજા માર્કેટીંગના વેપારી આરોપી નીતિન વાડીલાલ શાહના ત્યાંથી યોગેશ્વર સીંગતેલમાંથી નમૂના લેવાયા હતા., જે અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ હોવાનું પુરવાર થતાં ટ્રાયલ કોર્ટે આરોપી વેપારીને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. આજ પ્રકારે છત્રાલ જીઆઇડીસીમાં હરિઓમ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના વેપારી દિનેશ ઓમપ્રકાશ મલ્હોત્રાને પણ ટ્રાયલ કોર્ટે છ મહિનાની સજા કરી હતી તો, ચાંગોદર રત્નમણિ એસ્ટેટમાં સ્વÂસ્તક ગ્રુપ પ્રોડક્ટમાં ટોમેટો કેચઅપમાં ભેળસેળ અને બિનઆરોગ્યપ્રદ માલૂમ પડતાં ટ્રાયલ કોર્ટે આરોપી કિંજલ અમરતલાલ પટેલને છ મહિનાની સજા કરી હતી. અમ્યુકોના સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર મનોજ ખંધારે કોર્ટનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, ભલે સુપ્રીમકોર્ટે સબસ્ટાન્ડર્ડ કેસોમાં સજામાફીના નિર્દેશો જારી કર્યા હોય પરંતુ સુપ્રીમકોર્ટે આવા કિસ્સાઓમાં આકરા અને સબકસમાન દંડની હિમાયત કરી છે. તેથી કોર્ટે સમાજમાં દાખલો બેસે તે પ્રકારે આરોપીઓને આકરો દંડ ફટકારવો જાઇએ કે જેથી અન્ય વેપારીઆલમ અને ભેળસેળિયા તત્વોમાં તેની અસર પ્રવર્તે. નિર્દોષ પ્રજાજનોના આરોગ્ય સાથે ચેડા કરવાનો આવા તત્વોને કોઇ અધિકાર નથી અને તેથી કોર્ટે આવા ગુનાઓને સહેજપણ હળવાશથી લેવા જાઇએ નહી. આ દલીલો ગ્રાહ્ય રાખી ભદ્ર સેશન્સ કોર્ટે ત્રણેય આરોપી વેપારીઓને સબકસમાન આકરો દંડ ફટકાર્યો હતો.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


