ભિલોડા,તા.૨૫
અરવલ્લી જિલ્લામાં ૨૪ કલાકના સમયગાળામાં બે ટ્રક અને એક છોટા હાથી ટેમ્પોમાં ઘુસાડાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો છે. શામળાજી પોલીસે રવિવારે શામળાજી રતનપુર ચેકપોસ્ટ વિસ્તારમાંથી બે ટ્રકમાંથી ૧૬.૧૧ લાખ અને છોટા હાથીમાંથી ૭૨ હજારનો મળી કુલ રૂ.૧૬.૮૩ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી ત્રણ શખ્શોની ધરપકડ કરી અન્ય દારૂ ઘુસાડવામાં સંકળાયેલા શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરતાં વેણપુર ગામની સીમમાંથી પસાર થતી ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી વિદેશી દારૂની પેટી નંગ-૧૫૮ કુલ બોટલ-૧૮૯૬ કિં.રૂ. ૮૧૬૦૦૦નો જથ્થો જપ્ત કરી હિંમતસિંહ અભયસિંહ ચુડાવત અને દિલીપ ઉદયલાલ જાટ (બંને,રહે રાજસ્થાન)ની ધરપકડ કરી ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂ.૧૫૧૮૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી ચાલી રહી હતી. તે દરમિયાન અન્ય એક લાકડા ભરી પસાર થતી ટ્રકમાં તલાસી લેતા ગુપ્ત ખાનું બનાવી સંતાડેલો વિદેશી દારૂ અને બિયર બોટલ-ટીન નંગ-૨૭૭૨ કિં.રૂ. ૭૯૫૬૦૦નો જથ્થો જપ્ત કરી સતનારાયણ મેનોરિયા (રહે,રાજ)ની ધરપકડ કરી ટ્રકની કિં. રૂ. ૭ લાખ મળી કુલ રૂ.૧૪૯૫૬૦૦નો જથ્થો જપ્ત કરી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




