વાલિયા તાલુકાના મીરપુર ગામ નજીક ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા ૧૧ વર્ષીય કિશોરનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક શખ્સને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના રાજપરા ગામમાં રહેતો ૧૯ વર્ષીય વિશાલ બિપીનભાઈ વસાવા અને સંબંધીનો પુત્ર ૧૧ વર્ષીય રાજદીપ વસાવા મોટર સાઇકલ લઈ ઝંખવાવ તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન મીરપુર ગામના બસ સ્ટેશન પાસે પુરપાટ અને ગફલતભરી રીતે ટ્રકનો ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.સદર અકસ્માતમાં રાજદીપ વસાવાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જયારે વિશાલ વસાવાને ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે વાલિયા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હતા ધરી છે.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



