શિક્ષકને વિદાય આપતા પરિવાર સાથે ગામ હિબકે ચડયું

0
11

ભુજ,તા.૨
કચ્છના અબડાસા તાલુકાના શ્રી ભૌઆ પ્રાથમિક શાળાના શિક્ષકની વતન બદલી થતાં વિદાય લીધી હતી. ગામમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. પરિવાર સહિત શિક્ષકને વિદાય આપતી વેળા ગ્રામજનોની આંખો ભીંજાઈ હતી અને બાળકોથી લઈને મોટેરા શિક્ષકને ભેટીને રડતા હતા. વિદાય હંમેશા વસમી હોય તે જગજાહેર છે છતાં ભારે હૈયે ગ્રામજનોએ પ્રિય શિક્ષકને વિદાય આપતા ભાવનાસભર દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષકના વિદાય સમારોહના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.
મૂળ ધોરાજીના વતની અને લાંબા સમયથી કચ્છની ભૂમિમાં શિક્ષક તરીકે સેવારત ઉમેદભાઈ વાળાની બદલી થઈ હતી. ધોરાજીથી કચ્છમાં ૨૦૦૪માં શિક્ષક તરીકે જોડાયેલા ઉમેદભાઈની ૨૦૧૬માં બદલી થઈ હોવાછતાં તેઓ ગ્રામજનોના અપાર સ્નેહ અને સંબંધોને પગલે લાગણીના તાંતણે બંધાઈને રોકાઈ ગયા હતા. પરંતુ આખરે વતનની વાટ પકડતાં પહેલા લોકોની લાગણીને વંદન કરીને રડતી આંખે પરિવાર સાથે તેમણે લોકોથી વિદાય લીધી હતી. શિક્ષકના માથે ગ્રામજનો રોકડ નાણાં ફેરવીને આપી રહ્યા હતા. ગામની મહિલાઓ પણ શિક્ષકની પત્નીને ભેટીને વિદાય આપી રહી હતી. લાગણીસભર દ્રશ્યો વચ્ચે ગામ આખું હિબકે ચડયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY