બાઈક ચોરીના આરોપીનું સાબરમતી જેલમાં શંકાસ્પદ મોતથી ચકચાર મચી

0
30

અમદાવાદ,તા.૨૦
સાબરમતી સેન્ટ્રલ જેલમાં ત્રણ દિવસ પહેલાં બાઇક ચોરીના આરોપસર પકડાયેલા આરોપીનું શંકાસ્પદ મોત થતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. બેરેકમાં કાચા કામનો કેદી એકાએક બેભાન થઇ જતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
કેદીના શંકાસ્પદ મોત મામલે જેલ સત્તાધીશો તેમજ શહેર પોલીસ ઢાંકપિછાડો કરી રહ્યા છે. નિકોલ વિસ્તારમાં આવેલ ગરીબા આવાસ યોજનામાં પત્ની અને બે બાળકો સાથે ૪૫ વર્ષિય મોતીલાલ ઘનજીભાઇ નાગર રહે છે અને ચોળાફળી વેચીને પોતાનું ગુજરાન ચાલાવે છે.
થોડાક દિવસ પહેલાં પોલીસે મોતીલાલ નાગરની બાઇક ચોરીના આરોપસર ઘરપકડ કરી હતી. મોતીલાલ છેલ્લા દસેક દિવસથી અલગ અલગ પોલીસની કસ્ટડીમાં હતા. પોલીસ તેમને પૂછપરછ માટે ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડકરી લઇ જતી હતી.
બે દિવસ પહેલાં મોતીલાલના રિમાન્ડ પૂરા થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. સાબરમતી સેન્ટ્રલ જેલની કાચા કામના કેદીઓની બેરેકમાં મોતીલાલ બેઠા હતા ત્યારે તેઓ અચાનક બેભાન થઇ ગયા હતા, જ્યાં તેમને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY