દિવમાં મધદરિયામાં બોટ સાથે અકસ્માત : સાત માછીમારોનું રેસ્ક્યુ કરાયુ

0
19


દિવ,તા.૨૦
કેરળમાં વરસાદી આફત વચ્ચે લોકોને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે ત્યારે દિવના મધદરિયામાં પણ દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દિવમાં મધદરિયામાં એક બોટ સાથે કસ્માત નડ્યો હતો. ત્યારબાદ બીજી બોટ દ્વારા સાત માછીમારોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે દિવમાં મધદરિયામાં એક બોટ સાથે અકસ્માત નડ્યો હતો. દરિયામાં અચાનક જ માલ-સામાન ભરેલી બોટ ડૂબવા લાગી હતી.
જેને પગલે બોટમાં સવાર સાત માછીમારોના જીવ તાડવે ચોંટી ગયા હતા. જોકે બોટમાં સવાર એક માછીમારે બતાવી હિંમત અને ધસમસતા પ્રવાહમાં કૂદી પડ્યા હતા. પહેલા તો તેણે મદદ માટે ખૂબ જ બૂમો પાડી. અને મદદ માટે રાહ પણ જોઇ…પણ કોઇ આશા જોવા ન મળી હતી.
અંતે પોતાના જીવની ચિંતા કર્યા વિના દરિયાના ઊછળતા મોજા વચ્ચે માછીમારે છલાંગ લગાવી હતી.
જેટલો થઇ શકે એટલો સામાન એકત્ર કરીને માછીમારે બચાવ્યો હતો. બોટને ડૂબતી છોડી અન્ય સાત માછીમારોના જીવ બચાવવા એકસાથે કિનારે આવ્યા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY