વલસાડ, તા.૧૭
વલસાડ જિલ્લાના ભિલાડ ફાયરિંગ બટ વિસ્તારમાં, વલસાડના પોલીસ અધિકારીઅો તથા કર્મચારીઅોની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસ જુલાઇ માસની તારીખ ૧૬/૧૧/૨૦૧૮ થી તા.૧૧/૧૨/૨૦૧૮ના રોજ સવારે ૭-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધી યોજાશે. આ ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન કોઇપણ વ્યકિતને ઇજા ન થાય તે હેતુસર વલસાડના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.જે.બોર્ડરે એક જાહેરનામા દ્વારા ફાયરિંગ બટ ભીલાડ તા.ઉમરગામ જિ.વલસાડના ર કિ.મી. વિસ્તારમાં ઉપરોકત સમય અને તારીખે આજુબાજુના રહીશો તેમજ બહારના કોઇ અનઅધિકૃત વ્યકિતઅોને આ વિસ્તારમાં પ્રવેશ કરવા અથવા હદમાં ફરવા તેમજ કોઇપણ ઢોર માલિકો તેમના ઢોર-ઢાંખરને લઇને પ્રવેશ કરવા ઉપર મનાઇ ફરમાવી છે. ગોળીબાર પ્રેક્ટિસ દરમિયાન ગોળીબારથી ઇજા ન થાય તે માટે જાહેર જનતાને સાવચેત રહેવા પણ જણાવાયું છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





