ન્યુ દિલ્હી/વાશિંગ્ટન,તા.૩૦
ભારતે કરેલા એન્ટી સેટેલાઈટ મિસાઈલના પરીક્ષણ અંગે અમેરિકાને જાણકારી હતી તેવો ઘટસ્ફોટ થયો છે.જાકે અમેરિકાએ આ પરીક્ષણની જાસૂસી કરી હોવાની વાતનો ઈનકાર કર્યો છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતુ કે, કોઈ પણ અમેરિકન એસેટ ભારતની જાસૂસી કરી રહી નહોતી.ઉલ્ટાનુ અમેરિકા અને ભારત વચ્ચેના સબંધો વધારે મજબૂત થઈ રહ્યા છે.
એ પહેલા એક અહેવાલ એવો આવ્યો હતો કે, અમેરિકન વાયુસેનાના એક જાસૂસી વિમાને અમેરિકાના દરિયાની વચ્ચે આવેલા ડિએગો ગાર્સિયા ટાપુના એરબેઝ પરથી ભારતના એન્ટી સેટેલાઈટ પરીક્ષણ પર નજર રાખવા ઉડાન ભરી હતી.અમેરિકાએ આ અખતરાની જાસૂસી કરી હતી.હાર્વર્ડ યુનિવર્સિટીના નિષ્ણાતોનુ કહેવુ છે કે, મને લાગતુ નથી કે ભારત અને અમેરિકા વચ્ચે તાલમેલ હોય.
નિષ્ણાત જાનાથન મેકડોવેલના મતે આનો અર્થ એ થયો કે અમેરિકાની ઈન્ટેલીજન્સ એજન્સીઓ આ પરીક્ષણ અંગે પહેલાથી જાણતી હતી,તેઓ અમુક હદ સુધી ભારતની જાસૂસી કરી રહ્યા હતા.જોકે દરેક દેશ પોતાના મિત્ર અને દુશ્મન દેશોની જાસૂસી કરે છે.દુનિયા આજકાલ આ જ રીતે ચાલે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



