મનસે અને નાના પાટેકર ધમકીઓ આપી રહ્યાં છે : તનુશ્રી દત્તા

0
3

મુંબઈ,તા.૨
ફિલ્મ ‘આશિક બનાયા આપને’ ફિલ્મથી જાણીતી બનેલી અભિનેત્રી તનુશ્રી દત્તા નાના પાટેકર પર જાતિય સતામણીનાં આરોપો બાદ ચર્ચામાં છે. નાના પાટેકર પર જાતિય સતામણીના આરોપ લગાવ્યા બાદ તનુશ્રી દત્તાએ તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અધ્યક્ષ રાજ ઠાકરેને આડે હાથ લીધા છે.
રાજ ઠાકરેની પાર્ટીને ગુંડા પાર્ટી જાહેર કરતા તનુશ્રીએ દાવો કર્યો કે બાલ ઠાકરેની ખુર્શી રાજને મળી નહી તો પોતાને સાબિત કરવા માટે તે પોતાના ગુંડાને તોડફોડ કરવા મોકલે છે. હવે તનુશ્રી દત્તાએ એમએનએસ પર આક્ષેપ કરતા કહ્યું પાર્ટી તેના ઉપર હિંસક હુમલો કરવાની ધમકી આપી છે. નાના પાટેકર તરફથી મને ધમકીઓ મળી રહી છે. ધમકીની વચ્ચે તનુશ્રીને પોલીસ પ્રોટેક્શન પુરૂ પાડવામાં આવ્યું છે.
૨૦૦૮માં અભિનેત્રી તનુશ્રી દત્તાની કાર પર હુમલો થયો હતો અને તેનો વીડિયો ગઈ કાલે એકાએક વાયરલ થયો હતો.’
આ હુમલા માટે તનુશ્રીએ નાના પાટેકરે રાજકીય પક્ષના ગુંડાનો સહારો લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે મારી પજવણી કરવામાં નાના પાટેકરે રાજ ઠાકરેની મદદ લીધી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY