સરકારે સારા વહીવટ દ્વારા સરકાર ચલાવવા ઉપરાંતનું એક અતિમહત્તવનું કામ હોય છે સરકારને ટકાવી રાખવાનું અને દર ચૂંટણીમાં ચૂંટાઇ આવીને ફરી સરકાર ચલાવવાનું. આ એક ચક્ર છે અને એ ચક્ર હરહંમેશ ગતિમાન રહે એની મથામણ શાસક રાજકીય પક્ષે કરતા જ રહેવાની હોય છે.
હાલ સત્તા સ્થાને બિરાજમાન ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાથીદાર પક્ષોને ટેકે ટેકે આ કાર્ય ટકાવી રાખવાનું ચાલુ રાખ્યું છે. વહીવટ તો ચાલ્યા જ કરે છે, સરકાર પણ ચાલ્યા જ કરે છે. સત્તા જમાવી રાખવી-ખુરશી પકડી રાખવી અને ફરી ફરી ચૂંટાઇ આવવું એમાં જ ખરી ખૂબી રહેલી છે. હવે આ બધાની વચ્ચે આવતે વર્ષે ચૂંટણી આવી રહી છે ત્યારે પુનઃ સત્તા મેળવવાના ચક્રો ગતિમાન થઇ ચૂક્્યા છે. બ્યૂગલ વાગે ને ભવાઇ શરૂ.
ડાયનેમિક વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ની ચૂંટણી માટે નવું સૂત્ર પણ ઘોષિત કર્યું છે ઃ ‘અજેય ભારત અટલ ભાજપ.’ ‘સબકા સાથ સબકા વિકાસ’ જેવું સૂત્ર આપીને દેશને વિકાસની કેડી જ નહીં મહામાર્ગ દેખાડનારા વિઝનરી વડા પ્રધાન માસ્ટર સ્ટ્રોક આપવામાં ‘માસ્ટર’છે.
રાજકારણ એમની ગળથૂથીમાં ભલે ન હોય પરંતુ એમની નસનસમાં રાજકારણ છે. મુત્સદ્દીગીરીમાં એમની તોલે કોઇ આવી શકે એમ નથી. એમના આ નવા સૂત્રમાં ‘અટલ’ શબ્દ આપીને તેઓ ચૂંટણીમાં તાજેતરમાં અવસાન પામેલા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સુવાસ , એમની રાજકીય કુનેહ, એમની પ્રતિષ્ઠા, દેશપ્રેમ, પક્ષપ્રેમ, ઇન્સાનિયત આ બધાનો લાભ મળે એવું ઇચ્છે છે.
રવિવારે ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠકમાં આ સૂત્ર આપ્યું એટલું જ નહીં અટલજીને ભાવપૂર્ણ અંજલિ પણ આપી.
આ બેઠકમાં રાજકીય ઠરાવ પસાર કરીને ૨૦૧૯ની ચૂંટણીને ધોળે દિવસે સપના જાતા વિપક્ષો અને ગતિશીલ શાસક પક્ષ-અલાયન્સ વચ્ચેની મહાયુદ્ધ તરીકે પણ ઘોષિત કરી. ૨૦૨૨ સુધીમાં ‘નયા ભારત’ સર્જવાની વાત તો કરી જ, પરંતુ ગરીબી, જાતિવાદ, ભ્રષ્ટાચાર અને કોમવાદવિહોણા ભારત સર્જનની પણ વાત મૂકી છે.
હતાશા અને નિરાશાથી ઘેરાયેલા વિપક્ષ પાસે ‘રોકો મોદી’ સિવાય બીજા કોઇ એજન્ડા ક્્યાં છે? અમે વધુ બેઠકો અને ઢગલાબંધ મત સાથે આગામી ચૂંટણી જીતીશું અને વિપક્ષો દિવાસ્વપ્નમાં રાચતો રહી જશે. એમની પાસે કોઇ સક્ષમ નેતા નથી, પાલિસી નથી, કોઇ વ્યૂહ નથી. કોઇ એજન્ડા નથી. એમની પાસે માત્ર મોદીને રોકવા જેવો ક્ષ્šલ્લક નેગેટિવ એજન્ડા છે, એવું આત્મવિશ્ર્વાસથી છલકતા શબ્દોથી ભાજપે ઠરાવ પસાર કર્યો છે. એમાં આંતરિક સલામતીને મુદ્દે બધું ક્ષેમકુશળ છે એવા દાવા સાથે કહ્યું છે કે અગાઉ શહેરોમાં છાશવારે બોમ્બધડાકા થતાં હતા હવે બંધ થઇ ગયા છે. સબ સલામત હૈ ભાજપના શાસનકાળમાં નક્સલવાદ ઘટ્યો છે. ઇશાની પ્રદેશ વિસ્તાર શાંત છે અને આર્મ્ડ ફોર્સ પણ હટાવી લીધો છે. આર્થિક મોરચે પણ ભારત સંગીન સ્થિતિમાં આવતું જાય છે. જીએસટી પછી રૅવન્યૂ વધી છે.
પક્ષ પાસે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા સશક્ત નેતાઓ છે. આજે પક્ષ પાસે લગભગ ૩૫૦ સંસદસભ્યો અને ૧૫૦૦ વિધાનસભ્યો છે. મોદીના વિઝન અને શાહના પરિશ્રમનું આ પરિણામ છે. કોઇપણ પક્ષ આત્મ પ્રશંસા જ કરે એ સ્વાભાવિક છે. પોતાની જ પીઠ થાબડે એ પણ શક્્ય છે.
પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવની અવગણના કરે એ સંભવ છે? ફુગાવાના દરો ઊંચા જઇ રહ્યા છે એની અવગણના કરે ? ક્્યાં સુધી નાગરિકોને ભાજપના વિકાસના ગુણગાન ગાતા આત્મપ્રશંસાના પુષ્પો વેરતા ઠરાવમાં રસ નથી. કે એમને ચિંતા છે શાકભાજી, અનાજ, પેટ્રોલ-ડીઝલનાં વધતા જ
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



તા ભાવોની. લોકો પાસે હથેળીમાં ચાંદ જાવાનો ટાઇમ નથી. એમને ખાડાઓ વિનાના રસ્તા જાવા છે.
એમને દાલ-રોટીની ચિંતા છે, યુવાનોને નોકરીઓ મેળવવાની ચિંતા છે. ક્્યાં છે નોકરીઓ? ક્્યાં છે ખાડા વિનાના માર્ગો ? ક્્યાં છે સસ્તા શાકભાજી ?આ પ્રશ્ર્નો સામાન્ય નાગરિકોના છે.
જેમને રાજકારણમાં નહીં. શાંતિપૂર્ણ જીવન જીવવામાં રસ છે ‘સબકા સાથ સબ કા વિકાસ’ ને બદલે લોકોને ‘સબ કા સાથ, ખુદ કા વિકાસ’ લાગશે તો ચૂંટણી વખતે ‘જાકારો’ આપતા આ પ્રજા અચકાશે નહીં, આ વાત કોઇ પણ રાજકીય પક્ષે સમજી લેવાની ખાસ જરૂર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



