(જી.એન.એસ)મુંબઈ,તા.૧૦
સુપર સ્ટાર કમ ફિલ્મ સર્જક આમિર ખાન તાજેતરમાં પોતાની સુપરહિટ ફિલ્મ દંગલના સાઉન્ડ એંજિનિયરની વહારે ચડયો હોવાની જાણકારી મળી હતી.
વાત એવી બની કે દંગલના સાઉન્ડ એંજિનિયર શજિત કોયેરીને તાજેતરમાં સ્ટ્રોક (લકવાનો હુમલો ) આવ્યો હતો. એને હાસ્પિટલમાં તો દાખલ કરાયો હતો પરંતુ કલાકો સુધી કોઇ ડાક્ટર એને તપાસવા કે સારવાર આપવા દેખાયો નહોતો. એનું એક કારણ એ પણ હતું કે કોયેરીના પરિવાર પાસે હોસ્પિટલે માગેલાં નાણાં નહોતાં. કોયેરી પરિવારે આમિર ખાનને જાણ કરી હતી. આમિરે તરત એને મુંબઇની કોકિલાબહેન અંબાણી હોસ્પિટલ ખસેડયો હતો અને ત્યાં કોયેરી વતી પૈસા જમા કરાવીને કોયેરીને તરત તબીબી સારવાર મળે એની તકેદારી રાખી હતી.
આ વાતની જાણ ટ્વીટર પર કોઇએ કરતાં તરત આમિરના ચાહકોએ એના પર અભિનંદનનો વરસાદ વર્ષાવ્યો હતો. અગાઉ આમિરે આ રીતે જ લગાનના પોતાના એક કલાકારને મદદ કરી હતી. આમિર પોતે આવી મદદની જાહેરાત કરતો નથી પરંતુ આજના ઇન્ટરનેટના યુગમાં આવી વાતો છાની છૂપી રહેતી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





