પાટીદાર અનામત આંદોલનને ધમધમતું કરવા મેદાનમાં આવેલા હાર્દિક પટેલે ફરી ભાજપના નેતાઓની ઊંઘ ઉડાડી દીધી છે. લોકસભાની ચૂંટણી આડે ગણતરીના મહિના બચ્યા છે ત્યારે ભાજપનું નાક દબાવવા પાટીદાર અનામત આંદોલનને ધમધમતું કરવા હાર્દિક પટેલે ગયા ૨૫ આૅગસ્ટથી અમદાવાદમાં આમરણાંત ઉપવાસ શરૂ કરેલા. આ ઉપવાસને શરૂઆતમાં ધાર્યો પ્રતિસાદ નહોતો મળ્યો તેથી ભાજપવાળા હરખાતા હતા. ભાજપ સરકારે ગાળિયો કસેલો તેથી લોકો આવતાં ડરતા હતા તેના કારણે શરૂઆતના દિવસોમાં હાર્દિકના ઉપવાસના સ્થળે ભીડ નહોતી જામતી. તેના કારણે ભાજપે એવું માની લીધેલું કે, હાર્દિક પટેલનો દાવ આ વખતે નિષ્ફળ ગયો.
હવે અચાનક જ બાજી પલટાઈ છે ને જે સંજાગો આકાર પામ્યા છે તે ભાજપ માટે હરખાવા જેવા નથી. હાર્દિક પટેલે સળંગ ૧૪ દિવસ ઉપવાસ કર્યા તેમાં તેની તબિયત બગડી પછી તેને હાસ્પિટલમાં દાખલ કર્યો. બે દાડા હાસ્પિટલમાં રહ્યા પછી હાર્દિક પટેલે રવિવારે ફરી પોતાના ઘરે પધરામણી કરી ને પાછા ઉપવાસ કરવાનું એલાન કર્યું છે. ભાજપ માટે મોંકાણના સમાચાર હાર્દિક પટેલ પાછો ઉપવાસ શરૂ કરે એ નથી, પણ હાર્દિકના સમર્થનમાં જે રીતે ગામેગામ લોકો ઊમટી રહ્યાં છે એ છે. હાર્દિકને મળવા માટે હજુય એટલી ભીડ નથી આવતી કેમ કે પોલીસ ઢીલ છોડતી નથી, પણ ગામડે ગામડે હાર્દિક પટેલને જે સમર્થન મળવા માંડ્યું છે તે અભૂતપૂર્વ છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જે માહોલ ઊભો થયો છે તે ૨૦૧૫ના પાટીદાર અનામત આંદોલનને પણ ભુલાવી દે તેવો પ્રચંડ છે. લોકો હાર્દિક પટેલના સમર્થનમાં પ્રાર્થનાઓ કરી રહ્યા છે, રામધૂનો કરી રહ્યા છે ને બંધ પણ પાળી રહ્યા છે. રવિવારે તો પાટણથી ઊંઝા સુધીની સદ્ભાવના હાર્દિક પટેલના સમર્થકોએ કાઢેલી ને આ યાત્રામાં ઢગલો માણસ ખડકી દીધું. આપણે આંકડાની વાતોમાં ના પડીએ તો પણ આ યાત્રાએ સાબિત કર્યું કે, હાર્દિક સાવ પતી ગયો નથી. અત્યાર લગી એવી હવા ઊભી થયેલી કે, હાર્દિકને લોકોનું સમર્થન નથી મળ્યું. સદ્ભાવના યાત્રાએ આ માન્યતાનો ભાંગીને ભુક્કો કરી નાંખ્યો છે.
ભાજપ માટે બીજી મુશ્કેલી એ છે કે અત્યાર લગી જે લોકો ભાજપ સરકારની ચાપલૂસી કરવામાં ને ભાજપ સરકારના ઈશારે હાર્દિક પટેલને ભાંડવામાં શૂરાતન બતાવતા એ બધા ગાયબ થઈ ગયા છે. પાટીદાર સમાજમાં ભાજપના પીઠ્ઠુ ગણાતા નેતા પણ હવે ભાજપ વતી હાર્દિક સામે પડવા તૈયાર નથી. જીએમડીસીની સભા પછી ભાજપે હાર્દિકને દબાવવા આ બધા નેતાઓનો ઉપયોગ કરેલો પણ આ વખતે એ લોકો પણ પોતાનો ઉપયોગ થવા દેવા માગતા નથી. ભાજપના વફાદાર અને હાર્દિકને પછાડવા વિશ્વ ઉમિયા સંગઠન ઊભું કરનારા સી. કે. પટેલનું વલણ તેનો પુરાવો છે. હાર્દિક પટેલના ઉપવાસ શરૂ થયા એ પછી ભાજપે પાટીદારોની મોટી સંસ્થાઓને આગળ કરીને હાર્દિક રાજકારણ રમે છે ને એવી બધી વાતો કરીને હાર્દિકના ઉપવાસને ફ્લોપ શો સાબિત કરવાની કોશિશ કરેલી. પટેલે પોતાના પીઠ્ઠુ નેતાઓ સાથે મળીને પહેલાં ભાજપની તરફેણ કરીને હાર્દિકને દબાવવા કોશિશ કરી પણ પાસના આગેવાનો તથા પાટીદારોનો વિરોધ જાઈને એ ઠરી ગયા.
પાટીદાર સમાજમાં હાર્દિક તરફી જારદાર સહાનુભૂતિ ઊભી થઈ છે ને તેનો પુરાવો એ છે કે ગુજરાતમાં પાટીદારોની બે સૌથી મોટી ધાર્મિક સંસ્થા ઊંઝાની ઉમિયા માતા સંસ્થાન અને ખોડલધામે પણ હાર્દિક પટેલને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. હાર્દિક પટેલની પાટીદાર અનામત ને ખેડૂતોની સમસ્યાઓ અંગેની એમ બંને માગણીઓ વાજબી છે ને આ મામલે હાર્દિકને અમારો ખુલ્લો ટેકો છે એવું એલાન બંને સંસ્થાએ કર્યું છે. આ બંને સંસ્થાએ પાટીદારોને અનામત મળે એ માટેની કાનૂની લડાઈને પણ ખુલ્લો ટેકો આપ્યો ને સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસોમાં વકીલોની ફીથી લઈને બીજા જે કંઈ ખર્ચ થાય એ બધા ઉપાડવાનું એલાન કર્યું.
ઊંઝા ને ખોડલધામ બંને હાર્દિકના ટેકામાં ખુલ્લેઆમ બહાર આવ્યાં એ ભાજપ માટે મોંકાણના સમાચાર છે. આ બંને સંસ્થાઓ ભાજપ સામે પડવાની હિંમત બતાવે તેનો અર્થ એ થાય કે પાટીદાર સમાજમાં ફરી હાર્દિકની તરફેણમાં મોજું પેદા થઈ ગયું છે. પાટીદારોએ અંદરખાને દબાણ શરૂ કર્યું તેમાં આ બંને ધાર્મિક સંસ્થાઓના કારભારીઓએ હાર્દિકને ટેકો આપવો પડ્યો છે એ દેખીતું છે. આ દબાણ વધતું જ જવાનું છે એ નક્કી છે તે જાતાં ભાજપ માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા આસાર નથી.
હાર્દિક પટેલના ૨૦૧૫ના આંદોલન વખતે આનંદીબેન મુખ્ય મંત્રી હતાં. આનંદીબેન પોતે પાટીદાર હતાં તેથી પાટીદાર સમાજ પર તેમનું ભારે વર્ચસ્વ છે. આ કારણે તેમના કહેવાથી કહેવાતા પાટીદાર મોભીઓ આગળ આવેલા. અત્યારે વિજય રૂપાણી મુખ્ય મંત્રી છે ને રૂપાણી સાહેબ વાણિયાભઈ છે તેથી પાટીદારો તેમના કહેવાથી હાર્દિક સામે બાખડી બાંધવા આગળ ના આવે એ પણ કારણ હોય. ભાજપની નવી સરકાર બની પછી નીતિન પટેલની જે વલે થઈ તેના કારણે પણ પાટીદાર આગેવાનો ભાજપથી વેગળા થયા હોય એવું બને. ભાજપના ઈશારે હાર્દિક સામે પડેલા નારણ લલ્લુ પટેલ ને રજનીકાન્ત પટેલ જેવા ધુરંધર પાટીદાર રાજકારણીઓ પતી ગયા તેના કારણે બીજા પાટીદારોની ફાટી ગઈ હોય એવું પણ બને. કારણ ગમે તે હોય પણ અત્યાર લગી ભાજપ વતી દલાલી કરવા કૂદી પડતા પાટીદારોના મોભીઓ હાર્દિકના સૂરમાં સૂર પુરાવી રહ્યા છે એ હકીકત છે.
જા કે, ભાજપ માટે સૌથી મોટી તકલીફ એ છે કે, હાર્દિકે આ વખતે આખા મુદ્દાને બીજી તરફ વાળી દીધો ને ભાજપવાળા મૂરખના જામ બનીને જાતા રહી ગયા. હાર્દિક પટેલે ૨૦૧૫માં તેના આંદોલનની શરૂઆત પાટીદારોને અનામત અપાવવા માટે કરેલી. ધીરે ધીરે તેણે સવર્ણોની વાતો કરવા માંડી ને પછી સમગ્ર સમાજની વાત કરવા માંડી. સમાજના બીજા જે વર્ગોને અનામત મળે છે તેમને પણ તેણે સાથે લીધા ને એ રીતે કોઈનો વિરોધ કરવાના બદલે પોતાની વાત માટે સમર્થન ભેળું કરવાનું વલણ તેણે અપનાવ્યું. આ વખતે પણ તેણે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા ત્યારે તેણે બીજી મોટી ચાલાકી વાપરી.
હાર્દિકે પાટીદારોને અનામતનો મુદ્દો રાખેલો પણ સાથે ખેડૂતોના દેવા માફીના મુદ્દાને પણ જાડી દીધેલો. હાર્દિકે મોટી ચાલાકી એ કરી કે, એ ખાલી પાટીદારોની વાત કરે તો પાટીદારોને જ રસ પડે ને સમાજના બીજા લોકો તેની સાથે ના જાડાય પણ ખેડૂતોની વાત કરે તો સમાજના બધાં લોકો તેની સાથે જાડાય. ખેડૂત ખાલી પાટીદારો જ હોય એ જરૂરી નથી ને એ રીતે તેણે પોતાનો વ્યાપ બહુ ચાલાકીથી વધારી દીધો. ભાજપવાળા હાર્દિકની આ ચાલાકી ના સમજ્યા ને સાવ ભોટ સાબિત થયા. એ લોકો વાસ્તવમાં હાર્દિકની જાળમાં ફસાઈ ગયા.
હાર્દિક પટેલના ઉપવાસના દાવને નિષ્ફળ બનાવવા માટે ગુજરાતની ભાજપ સરકારે પણ પૂરી તાકાત લગાવી દીધેલી. હાર્દિકને આમરણાંત ઉપવાસની મંજૂરી જ ના મળે ત્યાંથી માંડીને ઉપવાસને બહુ પ્રસિદ્ધિ ના મળે તેનું પૂરું ધ્યાન રાખવા સુધીનો પાકો બંદોબસ્ત તેમણે કર્યો પણ જે કરવાનું હતું એ ના કર્યું. હાર્દિકે ખેડૂતોનાં દેવાંના મુદ્દાને પકડેલો ને ભાજપે એ મુદ્દાનો હલ લાવવાની જરૂર હતી. તેના બદલે ભાજપવાળા હાર્દિક કાંગ્રેસનો દલાલ છે ને કાંગ્રેસના ઈશારે આ બધા ઉધામા કરે છે એ સાબિત કરવામાં રચ્યાપચ્યા રહ્યા. ભલા માણસ, એ કાંગ્રેસનો એજન્ટ હોય કે બીજા કોઈનો એજન્ટ હોય, વાત તો ખેડૂતોના ભલાની જ કરતો હતો ને ?
પાટીદાર અનામતના મુદ્દાને પાછળ રાખીને પોતાને ખેડૂત આગેવાન તરીકે સ્થાપિત કરવા માગતો હતો. સરકાર લોકોને રોકતી હતી ત્યારે હાર્દિક સોશિયલ મીડિયા પર પ્રચાર કરીને પોતાને ખેડૂતોના આગેવાન તરીકે સ્થાપિત કરતો હતો. આ સરકાર ખેડૂતોના પ્રશ્ને જરાય સંવેદનશીલ નથી તેવો સ્પષ્ટ મેસેજ તે આપવા માગતો હતો ને તેમાં એ સફળ થયો છે. ભાજપ સરકારે ઉપવાસના પહેલા દિવસે જ ખેડૂતોનાં દેવા માફ કરવા મુદ્દે કોઈ નક્કર જાહેરાત કરવાની જરૂર હતી પણ તેના બદલે એ લોકો હાર્દિકને દબાવવામાં વ્યસ્ત રહ્યા તેમાં ઘોડા છૂટી ગયા. હવે તેમણે ખેડૂતોને રાજી કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે ને પાણી આપવાનાં ને એવાં તિકડમ માંડ્યાં છે પણ તેનો અર્થ નથી. હાર્દિકે ભાજપ સરકારને ખેડૂતો વિરોધી ચિતરવામાં સફળતા મેળવી લીધી છે. હવે આખો મુદ્દો પાટીદાર અનામત પરથી ખેડૂતોના પ્રશ્નો તરફ જતો રહ્યો છે ને ભાજપ માટે નવી તકલીફ ઊભી થઈ ગઈ છે. ભાજપ હવે બરાબરનો ભેરવાયો છે ને તેમાંથી બહાર નિકળવા શું કરે છે એ જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






