ન્યુ દિલ્હી,તા.૧૩
દારૂના વેપારી વિજય માલ્યા દ્વારા નાણામંત્રી સાથે મુલાકાત કરવા અંગેના દાવાઓ બાદ હવે આ મામલામાં નવો વળાંક આવ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે દાવો કર્યો છે કે માલ્યાના આ આરોપો પાછળ એક મોટું ષડયંત્ર છે. પ્રસાદે જણાવ્યું કે શું કોઈએ એ વાત નોટિસ કરી છે કે રાહુલ ગાંધીના લંડન યાત્રા બાદ માલ્યાએ આ આરોપો શા માટે લગાવ્યા છે? બીજી તરફ, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી વિજય માલ્યા અને કિંગફિશર એરલાઇન્સને લઇને રાહુલ ગાંધી પર અનેક ગંભીર આરોપ મૂક્્યા હતા.
ભાજપના નેતા પ્રસાદે પૂછ્યું છે કે શું માલ્યાના આરોપો અને રાહુલ ગાંધી વચ્ચે કોઇ કનેક્શન છે? ગુરુવારે તેમણે પત્રકારોને જણાવ્યું કે, આ તમામ આરોપો બેબુનિયાદ છે. અરુણ જેટલીએ સ્પષ્ટતા કરી કે જ્યારે માલ્યાએ બળજબરીપૂવર્ક સસંદની અંદર મળવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મે તેને બેન્કો પાસે મળવા જવા જણાવ્યું હતું. વર્ષ ૧૯૪૭થી ૨૦૦૮ દરમિયાન ભારતીય બેન્કોએ ૧૮ લાખ કરોડની લોન આપી હતી, જ્યારે ૨૦૦૮-૧૪માં તે વધીને ૫૨ લાખ કરોડ થઇ છે. કોંગ્રેસે આ અંગે જવાબ આપવા જાઈએ.
ત્યાં, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો છે કે અગાઉની કોંગ્રેસની સરકાર અને ગાંધી પરિવારે વિજય માલ્યા અને તેની કિંગફિશર એરલાઇન્સ માટે નિયમો-કાયદાને કોરાણે મૂક્્યા હતા. તેમણે રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછ્યો હતો કે કિંગફિશર એરલાઇન્સ અને માલ્યા પ્રતિ ગાંધી પરિવારની સહાનુભૂતિનું શું કારણ છે, તે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી સ્પષ્ટ કરવું જાઇએ. રાહુલ આજ કાલ મતલબ વગરની વાતો અંગે ટ્વીટ કરે છે. તમે બેલ બોન્ડ પર બહાર છો, તમને ભ્રષ્ટાચાર અંગે વાત કરવાનો કોઈ અધિકાર નથી.’
ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે કોલકાતાના આવકવેરા ખાતાએ શોધી કાઢ્યું હતું કે ડોટેક્સ કંપની પાસેથી રાહુલ ગાંધીએ ૧ કરોડની લોન લીધી હતી. શેલ કંપની ડોટેક્સના પ્રમોટર ઉદયશંકર મહાવરે પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે તેની ૨૦૦થી વધુ શેલ કંપનીઓ છે. ૧૯૪માં નંબર પર ડોટેક્સ કંપનીનું નામ દાખલ છે. પાત્રાએ આરોપ લગાવ્યો કે નોટબંધીના કારણે રાહુલ ગાંધી હોબાળો મચાવી રહ્યા હતા, કારણ કે હવાલા દ્વારા કાળા નાણાંને સફેદ કરવામાં આવે છે. તેમણે પૂછ્યું કે, રાહુલ ગાંધીએ તેમના હવાલા દ્વારા કેટલા પૈસા સફેદ કર્યા છે. ગાંધી પરિવારનો કેટલો પૈસો આવી કંપનીઓમાં છે?
તેમણે આરોપ મૂક્્યો છે કે ક્્યારેક એવું લાગે છે કે કિંગફિશર એરલાઇન્સ માલ્યાની હતી કે ગાંધી પરિવારની. ગાંધી પરિવારનો કોઈ પણ સભ્ય વિદેશ પ્રવાસ પર જતો હતો ત્યારે બિઝનેસ ક્લાસ ફ્રીમાં અપડેટ થઇ જતો હતો. પાત્રાએ જણાવ્યું કે આરબીઆઈ અને એસબીઆઈ વચ્ચે અનેક વખત પત્રવ્યવહાર થયા હતા. જેથી જાણી શકાય છે કે માલ્યા અને કિંગફિશર એરલાઇન્સને લઇને સોનિયા ગાંધી અને મનમોહન સિંહે નિયમો તોડ્યા હતા.
પાત્રાએ દાવો કર્યો કે નિયમો-કાયદો સમગ્ર સેક્ટર માટે બનાવવામાં આવે છે પરંતુ અહીં માત્ર કિંગફિશર એલાયન્સ માટે કાયદા બદલવામાં આવ્યા છે. કિંગફિશર માટે ગાંધી પરિવારે ‘સ્વીટ ડીલ’ માટે દબાણ કર્યું હતું. કિંગફિશર માટે સેકન્ડ રિસ્ટ્રક્ચરિંગને છુપાવાયું હતું, તેમજ પ્રિ-ડીલિવરી લોનને સિક્્યોર્ડ લોન જાહેર કરાઇ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



