આણંદ,તા.૧૫
કોર્પોરેટર્સનું વ્હોટ્સ એપ ગ્રૂપ હોય કે પછી કોઇ રાજકીય નેતાઓનું વ્હોટ્સ એપ ગ્રૂપ હોય આવા ગ્રૂપમાં અશ્લીલ ક્લિપો ભૂલથી કે જાણી જાઇને પોસ્ટ થઇ હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. પરંતુ આણંદના ભાજપના વોટ્સ એપ ગ્રૂપ સાથે કંઇ અજીબ કિસ્સો બન્યો છે. આણંદ જિલ્લા ભાજપ વોટ્સ એપ વિદેશના નંબર ઉપરથી અશ્લીલ વીડિયોની લિંક અપલોડ કરાય છે. અને ભાજપના હોદ્દેદારો આ લિંકને ખોલીને પોર્ન ક્લિપ નિહાળવાની વાતો વહેતી થઇ છે. ભાજપના આ વોટ્સએપ ગ્રૂપના સ્ક્રીન શોર્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે.
મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લા ભાજપના વોટ્સએપ ગ્રૂપના સ્ક્રીન શોર્ટ તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લા ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં વિદેશના નંબરથી અશ્લીલ વીડિયોની લિંક અપલોડ કરવામાં આવે છે. જેના પગલે ભાજપના હોદ્દેદારો આ લિંકને ખોલીને પાર્ન વીડિયોની મજા માણે છે. સુત્રોએ વધુમાં જણાવ્યા પ્રમાણે ભાજપના સોશિયલ મીડિયાનો કન્વીનર આ ગ્રૂપનો એડમીન છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




