ચીનનો ડબલ અટેકઃ અરુણાચલમાં લગાવ્યાં ટેન્ટ, લદ્દાખમાં ઘૂસ્યું હેલિકોપ્ટર

0
10

ન્યુ દિલ્હી,તા.૧૫
લદ્દાખની હવાઈ સીમામાં ચીનના બે હેલિકોપ્ટર જાવા મળ્યા છે. આ બંને હેલિકોપ્ટર એવા વિસ્તારમાં જાવા મળ્યા છે જે રાજકીય રીતે ભારત માટે ખૂબ મહત્વનો છે અને તે સાથે જ ચીન અહીં ઘણી વખત ઘૂસણખોરીનો પ્રયત્ન કરે છે.
ડોકલામ વિવાદ પછી ચીને ફરી એક વખત ભારતીય સીમામાં ઘૂસવાની હિંમત કરી છે. આ વખતે ચીની સૈનિકો તરફથી ડબલ એટેક કરવામાં આવ્યો છે. એકબાજુ જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં ચીને હેલિકોપ્ટરથી ભારતની સીમામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાં જ બીજી બાજુ અરુણાચલ પ્રદેશમાં ચીની સેના દેશની સીમાની અંદર જાવા મળી છે.
ભારત-તિબેટીયન સીમા પોલીસ (ITBP)ના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે, ચીનના બે હેલિકોપ્ટર ભારતીય સીમામાં જાવા મળ્યા છે. રિપોર્ટ પ્રમાણે આ બંને હેલિકોપ્ટર ૨૭ ઓગસ્ટ સવારે ૯ વાગે લદ્દાખના બુર્તસે અને ટ્રેક જંક્શન પોસ્ટની આસપાસ જાવા મળ્યા છે.ITBPના રિપોર્ટ પ્રમાણે બંને ચીની હેલિકોપ્ટર MI_૧૭ જેવા દેખાતા હતા. આ હેલિકોપ્ટર ૫ મિનિટ સુધી ભારતીય હવાઈ સીમામાં રહ્યા હતા.
લદ્દાખના બુર્તસે અને ટ્રેક જંક્શન પોસ્ટ ટ્રિગ હાઈટ અને ડેપસાંગ વિસ્તારમાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લદ્દાખના ટ્રિગ હાઈટ અને ડેપસાંગનો આ વિસ્તાર ભારત માટે રાજકીય રીતે ખૂબ મહત્વનો છે. તેથી જ ચીન અહીં કબજા કરવાનો પ્રયત્ન કરતું રહ્યું છે અને વારંવાર ઘુસણખોરીનો પ્રયત્ન કરે છે. આ વિસ્તારમાં ભારતનું મહત્વનું દૌલત બેગ ઓલ્ડી એરફિલ્ડ પણ છે. જેના પર ચીન ઘૂસણખોરી દ્વારા નજર રાખવાનો પ્રયત્ન કરે છે.
લદ્દાખમાં હવાઈ સીમાનું ઉલંલઘન કરનાર ચીની સૈનિકોએ ચીનની બોર્ડર પણ પાર કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરુણાચલ પ્રદેશની દિવાંગ ખીણમાં તે વિસ્તારના ગ્રામીણોએ ચીની સુરક્ષાસેના દાખલ થઈ હોવાની માહિતી આપી છે. આ ઘટના થોડા દિવસ પહેલાંની હોવાનું જાણવા મળ્યું છે.
જાકે આ મુદ્દે સેના તરફથી મીડિયાને જણાવવામાં આવ્યું છે કે, તેમણે સીમાનું ઉલ્લંઘન કર્યું નથી. એલએસી (હકીકતની નિયંત્રણ રેખા)ના કારણે થતાં વિવાદના કારણે તે જ આધારે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY