ક્રાઈમ બ્રાન્નચે મેસેજ કરનાર ફોન નંબરનું લોકેશન જાણવા તપાસ હાથ ધરી
સુરત, તા. ૩૦
ભાજપના આગેવાન અને ઉદ્યોગકાર કાદર વાડીવાળાને માફિયા એજાઝ લાકડાવાળાએ મેસેજ કરી ધમકી આપતાં સુરતની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે. ‘મેરે કોલ કા જવાબ નહીં દેગાï, તો ભેજે મે લગેગી’નો મેસેજ કરનાર એજાઝ લાકડાવળા (હિરોભાઈ)એ આ મોકલેલા મેસેજની ડીસીબ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે કાદર વાડીવાળાની ફરિયાદ નોધવામાં આવી છે. હવે પછી આ મેસેજ ત્યાંથી આવ્યો છે? એ અંગેની તપાસ કરવા માટે જે – તે મોબાઈલ કંપની પાસેથી વિગતો મેળવવાïમાં આવશે તેમજ ફરિયાદી કાદર વાડીવાળાની સ્થાનિક કક્ષાએ કોઇની સાથે દુશ્મનાવટ હોય અથવા તો જમીનની લે-વેચમાં બબાલ થઇ હોય તો એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. દાઉદ ગેગના ગેસ્ટર એજાઝ લાકડાવાળા અનેક ગુનામાં વોન્ટેડ છે. ફરિયાદી કાર વાડીવાળા મુસ્લિમ સમાજમાં પ્રતિષ્ઠિત નામ ધરાવે છે. વર્ષોથી ભાજપ પક્ષ સાથે સ઼કળાયેલા છે. ભાજપના અોલ ઈન્ડિયા લઘુમતી મોરચાના સભ્ય ઉપરાંત કેન્દ્ર સરકારના નેશનલ કાઉન્સિલ ફોર ઉર્દૂ લેગ્વેજના સભ્ય છે. કાદર વાડીવાળાને અંધારી આલમ તરફથી ધમકી મળતા ખળભળાટ વ્યાપી ગયો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





