ભાજપનું રાષ્ટ્રીયય મહિલા અધિવેશન ડિસેમ્બરમાં ગુજરાતમાં યોજાશે

0
5

ગાંધીનગર,તા.૨૧
લોકસભાની ચૂંટણી જીતવા ભાજપે તેના તમામ શસ્ત્રો સજાવવાનું શરુ કરી દીધું છે. સરકાર દ્વારા લેવાતા પ્રજાલક્ષી નિર્ણયો જન જન સુધી પહોંચે તે માટે ભાજપ શાસિત રાજ્યો કેન્દ્ર સરકાર વધુ સૂક્રય બની છે અને પક્ષના સંગઠનને પણ વિવિધ આયામો શરુ કર્યા છે જેના ભાગરુપે આગામી તા ૨૨ – ૨૩ ડિસેમ્બર ના રોજ ગુજરાતમાં ભાજપનું રાષ્ટ્રીય મહિલા અધિવેશન યોજવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
આ અધિવેશન માટે અમદાવાદ અથવા ગાંધીનગર પૈકી કોઈ એક સ્થળની પસંદગી કરવા પક્ષના મોવડીઓ સ્થળ ઉપર નજર દોડાવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ સ્થળની પસંદગી કરી લેવામાં આવશે.
ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાવકર ની ઉપસ્થિતિમાં યોજાનારા આ રાષ્ટ્રીય અધિવેશન નું ઉદઘાટન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ કરશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
ગુજરાતમાં વિજય રુપાણી ની સરકાર હાલમાં વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૯ ની તડામાર તૈયારીઓમાં વ્યસ્ત બની છે ત્યારે આ મેગા મીટ ની પહેલા પક્ષનું સંગઠન મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશન ની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર યુનિટી ઓફ સ્ટેચ્યુ ના પ્રચાર-પ્રસાર માટે ગુજરાત સરકાર દ્વારા શરુ થયેલી એકતા યાત્રાના બીજા તબક્કાનું આજે મુખ્યમંત્રીના હાથે સમાપન થશે ત્યારબાદ સંગઠન અને સંગઠન વચ્ચે યોજાનારી બેઠકમાં ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશન ની તૈયારી અંગે સ્થળ પસંદગી વગેરે બાબતો નો નિર્ણય લેવાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY