હોસ્પિટલ પાસે બોમ્બના સમાચારથી લોકોમાં ફફડાટ, તપાસ કરતા રમકડાં મળી આવ્યા

0
7

અમદાવાદ,તા.૭
અમદાવાદમાં ફરી કોઇ અજાણ્યા વ્યક્તિએ રાજસ્થાન હોસ્પિટલ પાસે બોમ્બ હોવાનો મેસેજ કંટ્રોલ રૂમને કર્યો હતો. જેના કારણે પોલીસનો કાફલો દોડતો થઇ ગયો હતો. જાકે તપાસ બાદ ત્યાં કોઇ જ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે.
આ મામલે મળતી જાણકારી પ્રમાણે કંટ્રોલ રૂમને કોઇ અજાણ્યા માણસે મેસેજ કર્યો હતો કે, શહેરની રાજસ્થાન હોસ્પિટલ પાસે બોમ્બ છે.
આ મેસેજ મળતા જ કંટ્રોલ રૂમમાં અફરાતફરી મચી ગઇ હતી. જે પછી ઘટના સ્થળે તપાસ હાથ ધરવા માટે પીઆઇ, એસીપી, ડીસીપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ઘણી તપાસ છતાં ત્યાંથી કોઇ શંકાસ્પદ વસ્તુઓ ન મળતા તંત્ર સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાંથી રમકડાનો સેટેલાઇટ ફોન મળી આવ્યો હતો.
હવે આ ફોન કોણે અને કેમ કર્યો હતો તે દિશામાં તપાસ કરવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY