બનાસકાંઠા,તા.૭
બનાસકાંઠામાં ઉપરાઉપરી આવેલા બે વિનાશક પૂરે લાખણીમાં ભારે વિનાશ વેર્યો હતો. અને પ્રજા પર કુદરત જાણે પડ્યા પર પાટુ મારતી હોય તેમ ઓછો વરસાદ પડવાથી અહીં દુષ્કાળ જેવી સ્થિતિ છે. પરંતુ સરકારે બનાસકાંઠાના ફક્ત ૪ તાલુકાઓને જ અસરગ્રસ્ત જાહેર કરતા લાખણીના ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. લાખણીના ખેડૂતોએ આક્રોશપૂર્વક પોતાની પીડા રજૂ કરી લાખણીને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે.
બનાસકાંઠામાં ૨૦૧૫ અને ૨૦૧૭ એમ ઉપરાછાપરી બે વર્ષ આવેલા વિનાશક પૂરની કળ વળે તે પહેલા જ ખેડૂતો પર કુદરતની વધુ એક થપાટ લાગી છે. ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળની પરિÂસ્થતિ સર્જાઇ છે. પરંતુ સરકારે નીતિનિયમો મુજબ ફક્ત કાંકરેજ, વાવ, થરાદ અને સુઇગામને અછતગ્રસ્ત જાહેર કરતા ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
બનાસકાંઠાના લાખણી તાલુકાના ખેડૂતો લાખણીને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે મેદાને પડ્યા છે. લાખણીના અનેક ખેડૂતો આજે પણ બેઘર છે. વળી ૨૦૧૫માં વરસાદી કહેરને કારણે લાખણીના જેતડા વિસ્તારની મોટા ભાગની જમીન બરબાદ થઇ ગઇ છે. અહીંના ખેડૂતોની હજારો હેકટર જમીનમાં પુરના પાણીથી આવેલી રેતી આજે પણ યથાવત છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પણ ખેતી શક્ય જ નથી. કેમ કે કાંપ અને ફળદ્રુપતાની જગ્યાએ નદીની માટી પથરાયેલી છે. આ જમીન ધોવાણની સામે સરકારે એક ટકો પણ વળતર આપ્યું નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



